Gautam Gambhir Reaction on Virat Kohli Century: રાયપુરમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. તેણે પાછલી મેચમાં પણ 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ રાયપુરમાં પોતાનો લય જાળવી રાખ્યો હતો અને આ 37 વર્ષના બેટરે પોતાની ODI કારકિર્દીની 53મી સદી ફટકારી હતી. વિરાટની સદી પછી ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી, જેનો એક વિડિયો પણ જોઈ શકાય છે.
શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વિરાટ કોહલીએ 93 બોલમાં 102 રન બનાવીને દક્ષિણ આફ્રિકાના બોલરોને ચકનાચૂર કરી દીધા. રાઈટ હેન્ડેડ બેટ્સમેનએ પોતાની ઇનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. નોંધપાત્ર રીતે, વર્તમાન શ્રેણીમાં કોહલીની આ સતત બીજી સદી હતી.
કોહલી પછી ગંભીરનું રિએક્શન વાયરલ
માર્કો જેન્સન દ્વારા ફેંકવામાં આવેલી 38મી ઓવરના છેલ્લા બોલ પર એક સિંગલ સાથે વિરાટ કોહલીએ પોતાની સદી પૂર્ણ કરી. રન પૂર્ણ કર્યા પછી, કોહલીએ હવામાં કૂદકો માર્યો અને કમઓન કહીને પોતાનું મનોબળ વધાર્યું.
જે બાદ તેણે પોતાનું હેલ્મેટ અને ગ્લોવ્ઝ ઉતાર્યા, ગળામાંથી વીંટી કાઢી અને તેને કિસ કરી. ત્યારબાદ તેણે આકાશ તરફ જોયું અને બેટ ઉંચુ કરીને દર્શકોનું અભિવાદન કર્યું.
કોહલીની રેકોર્ડ સદી પર ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા વાયરલ થઈ છે. ગંભીરે ઉભા થઈને સ્મિત કર્યું, તાળીઓ પાડી અને કોહલીને તેની સદી બદલ અભિનંદન આપ્યા. ઘણા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે ગંભીર અને કોહલી વચ્ચે કંઈ બરાબર નથી. જોકે, ગંભીરની પ્રતિક્રિયાએ આ વિવાદનો મોટાભાગે અંત લાવી દીધો છે.
— , (@goatvikalt) December 3, 2025
2027 ODI વર્લ્ડ કપનું લક્ષ્ય
37 વર્ષની ઉંમરે પણ વિરાટ કોહલીની ફિટનેસ પ્રભાવશાળી છે. તે ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે. બુધવારે રાયપુરમાં તેની સદી દરમિયાન તેણે 62 રન દોડીને બનાવ્યા જ્યારે 40 રન બાઉન્ડ્રી ફટાકરીને પૂરાં કર્યાં
આ દર્શાવે છે કે કોહલી ખૂબ જ ફિટ છે અને તેનું લક્ષ્ય 2027નો વનડે વર્લ્ડ કપ રમવાનો છે. કોહલી આગામી વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે પણ સંમત થયો છે, જેનાથી તે તેની મેચ ફિટનેસ જાળવી શકશે.
