વનડે વર્લ્ડ કપ 2023નો ફાઈનલ આ સ્ટેડિયમમાં રમાઈ શકે છે

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 27 Nov 2022 10:22 PM (IST)Updated: Thu, 30 Mar 2023 12:38 PM (IST)
the-final-of-odi-world-cup-2023-can-be-played-in-this-stadium

નવી દિલ્હીઃ વનડે વર્લ્ડ કપ 2023નું યજમાન પદ ભારત કરશે અને આ ICC ઈવેન્ટની ફાઈનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ શકે છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો 13મો વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થશે. ભારત ચોથી વખત વર્લ્ડ કપ ઈવેન્ટને હોસ્ટ કરશે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ શકે છે.

અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં એક લાખ દર્શક બેસી શકે તેટલી ક્ષમતા છે. આ ICC ઈવેન્ટમાં 10 ટીમ રાઉન્ડ-રોબિન સ્ટેજમાં એક-બીજા સામે રમશે. જીતનારી ટીમને બે પોઈન્ટ મળશે જ્યારે નો રિઝલ્ટ મેચમાં બંને ટિમને એક-એક પોઈન્ટ મળશે. રાઉન્ડ રોબિન સ્ટેજના અંતમાં ચાર ટીમ સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરશે જ્યારે એક ટીમ વિનર બનશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે રવિવારે જણાવ્યું કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ IPL ફાઈનલ 2022 દરમિયાન સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. આ સ્ટેડિયમને પહેલા ગુજરાત ક્રિકેટ સંઘ (GCA) સ્ટેડિયમ મોટેરાના નામથી ઓળખવામાં આવતું હતું. જેની ક્ષમતા 1,10,000 દર્શકની છે જે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)થી લગભગ 10,000 વધુ છે.

MCGની ક્ષમતા 1,00,024 દર્શકની છે. શાહે ટ્વીટ કર્યું કે મને ગર્વ અને ખુશી છે કે GCA મોટેરાને ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમને કોઈ એક ટી-20 મેચમાં સૌથી વધુ દર્શકની ઉપસ્થિતિ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિમમાં 29 મે, 2022નાં રોજ IPLની ફાઈનલ રમાઈ હતી, ત્યારે 1,01,566 દર્શકો ઉપસ્થિત હતા. આ શક્ય બનાવવા માટે અમારા પ્રશંસકોનો ખુબ ખુબ આભાર.