OPEN IN APP

IPL 2023ની ક્લોઝિંગ સેરેમની પણ હશે ધમાકેદાર, આ સ્ટાર્સ કરશે પરફોર્મ

By: Manan Vaya   |   Sat 27 May 2023 09:06 AM (IST)
the-closing-ceremony-of-ipl-2023-will-also-be-a-blast-these-stars-will-perform-137111

IPL 2023 Closing Ceremony: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ લીગની ક્લોઝિંગ સેરેમની પણ ધમાકેદાર રહેશે. ખુદ બીસીસીઆઈએ માહિતી આપી છે કે આઈપીએલનો અંત તેની શરૂઆત જેટલો જ ભવ્ય છે, જેના માટે એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જાણીતા સ્ટાર્સ રંગારંગ કાર્યક્રમ દ્વારા દર્શકોનું મનોરંજન કરશે.

આ સ્ટાર્સ કરશે પરફોર્મ
ભારતીય રેપર ડિવાઇન, કિંગ, ગાયિકા જોનીતા ગાંધી અને ડીજે ન્યુક્લિયા IPL 2023ના સમાપન સમારોહમાં પરફોર્મ કરશે. IPLએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે.

ઓપનિંગ સેરેમનીમાં આ સ્ટાર્સે કર્યું હતું પરફોર્મ
IPL 2023ની શરૂઆત 31 માર્ચે થઈ હતી. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સિંગર અરિજિત સિંહ, એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને સાઉથ એક્ટ્રેસ રસ્મિકા મંધાનાએ તેમના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.