Hardik Pandya Controversy: T20 વર્લ્ડ કપ વિજય બાદ વિવાદ, હાર્દિક પંડ્યા વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન બદલ બેંગલુરુમાં ફરિયાદ

Hardik Pandya Controversy News: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2026 ની ઐતિહાસિક જીત બાદ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો હોય તેવું લાગી રહ્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 12 Mar 2026 09:39 AM (IST)Updated: Thu, 12 Mar 2026 09:39 AM (IST)
t20-world-cup-2026-controversy-complaint-against-hardik-pandya-for-national-flag-allegation

Hardik Pandya Controversy News: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2026 ની ઐતિહાસિક જીત બાદ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો હોય તેવું લાગી રહ્યું છે. મેદાન પર જીતની ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે કથિત અયોગ્ય વર્તન કરવા બદલ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

પુણે સ્થિત વકીલ વાજિદ ખાન બિડકરે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા રાષ્ટ્રધ્વજની ગરિમાને ઠેસ પહોંચાડતા જોવા મળ્યો છે. વકીલનો આરોપ છે કે ઉજવણી દરમિયાન પંડ્યાએ રાષ્ટ્રધ્વજને શરીર પર એવી રીતે લપેટ્યો હતો જે 'ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971' ની કલમ 2 ના ઉલ્લંઘન સમાન છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, એક વાયરલ ક્લિપમાં પંડ્યા તેની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર આડા પડ્યા (સૂતો) હતો, અને તે સમયે પણ રાષ્ટ્રધ્વજ તેના શરીર પર લપેટેલો હતો. વકીલના મતે, આ પ્રકારનું વર્તન રાષ્ટ્રધ્વજ પ્રત્યે અનાદર દર્શાવે છે.

પોલીસ કાર્યવાહી અને વકીલનું નિવેદન

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા વાજિદ ખાને જણાવ્યું હતું કે, 'શરૂઆતમાં પોલીસે કહ્યું કે આ ઘટના અમદાવાદની હોવાથી ત્યાં ફરિયાદ કરવી જોઈએ. પરંતુ મેં દલીલ કરી હતી કે રાષ્ટ્રધ્વજ સમગ્ર દેશનું પ્રતીક છે અને તેનું અપમાન કોઈપણ સ્થળેથી પડકારી શકાય છે. શિવાજી નગર પોલીસે મારી ફરિયાદ સ્વીકારીને તેની નકલ આપી છે.'

પંડ્યાનું શાનદાર પ્રદર્શન અને ટીમની સિદ્ધિ

આ વિવાદની વચ્ચે, હાર્દિક પંડ્યાએ આ જીતને પોતાનું વ્યક્તિગત વચન ગણાવ્યું છે. 32 વર્ષીય પંડ્યાએ આ ટુર્નામેન્ટમાં કુલ 9 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં પણ મહત્વનું પ્રદાન આપ્યું હતું, જેના કારણે તેને 'ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ' માં સ્થાન મળ્યું છે.

ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે. ભારતે સતત બીજી વાર ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત કુલ 3 વાર (2007, 2024, 2026) આ ખિતાબ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે.