Shubman Gill Tattoo Meaning: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે શ્રેણી શરૂ થાય તે પહેલાં, ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શુભમન ગિલની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હાલ ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં આવી છે. આ ફોટામાં શુભમન ગિલના ગળાના પાછળના ભાગે એક ખાસ ટેટુ દેખાઈ રહ્યું છે. જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, અને હવે તેનો અર્થ જાણવા સૌ કોઈ ઉત્સુક છે.
પર્વતો વચ્ચે શાંત અને શક્તિશાળી અવતાર
આ પણ વાંચો
અફઘાનિસ્તાન સામેની વન-ડે (ODI) શ્રેણી પહેલા શુભમન ગિલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં શુભમન ગિલ પર્વતો અને લીલા-વાદળી પાણીની વચ્ચે અત્યંત શાંત વાતાવરણમાં બેઠેલો જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં શુભમન ગીલે ઊંડો સંદેશ આપતા લખ્યું, "Your peace is your power" જેનો અર્થ થાય છે કે તમારા મનની શાંતિ જ તમારી સૌથી મોટી તાકાત છે.
શું છે શુભમન ગિલના ટેટુનો અર્થ? (I > ∧ v)
જો કે, ચાહકોનું ધ્યાન માત્ર કેપ્શન પર જ નહીં, પરંતુ શુભમન ગિલના ગરદનના પાછળના ભાગ (અંગ્રેજીમાં Nape) પર બનેલા ટેટુ પર પણ ગયું, જે અગાઉ એક જાહેરાતમાં પણ જોવા મળ્યું હતું. શુભમન ગિલે પોતાની ગરદનના પાછળના ભાગમાં (I > ∧ v) ચિહ્નનું ટેટુ બનાવડાવ્યું છે. આ એક ખૂબ જ લોકપ્રિય અને પ્રેરણાદાયક પ્રતીક માનવામાં આવે છે.
આ ટેટુના દરેક ભાગનો એક અલગ અને ખાસ અર્થ થાય છે, જે નીચે મુજબ છે:
- I = હું (ખુદ, પોતે)
- > = થી વધુ (Greater than)
- ∧ = ઉંચાઈ / ખુશી / સફળતા
- ∨ = નીચું / ઉદાસી / નિષ્ફળતા
સળંગ રીતે જોઈએ તો, અંગ્રેજીમાં આ ટેટુનો અર્થ "I am greater than my highs and lows" એટલે કે "હું મારા ઊંચાઈ અને નીચાણ કરતા મોટો છું" કહેવામાં આવે છે. જ્યારે ગુજરાતી કે હિન્દી ભાવાર્થમાં તેનો સ્પષ્ટ અર્થ થાય છે, "હું મારા જીવનના ઉતાર-ચઢાવ અથવા સારા અને ખરાબ સમય કરતાં મોટો છું."
આ પણ વાંચો: T20 કેપ્ટન બન્યા બાદ શ્રેયસ અય્યરે મુંબઈમાં લીધો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, ભાડું જાણીને હોશ ઉડી જશે!
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
એક તરફ શુભમન ગિલના ટેટુની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ ક્રિકેટના મેદાન પર તૈયારી પૂરી થઈ ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ આજે 13 જૂનથી શરૂ થઈ રહી છે. આ રોમાંચક મેચ ધર્મશાલાના રમણીય હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બપોરે 1 વાગ્યે મેચનો ટોસ થશે અને 1:30 વાગ્યે લાઈવ એક્શન શરૂ થશે.
