Shubman In IPL 2023: ગુજરાત ટાઈટન્સ અને ભારતના ઉભરી રહેલા ખેલાડી શુભમન ગિલે IPL 2023માં જોરદાર પર્ફોમન્સ રજૂ કર્યું છે. તેણે સીઝનમાં ત્રીજી વખત સદી ફટકારી છે. લીગ સ્ટેજમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકાર્યાં બાદ તેણે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ તાબડતોબ બેટિંગ કર્યું છે.
ગિલે આ ઈનિંગમાં ફ્કત 49 બોલમાં 7 ચોગ્ગા અને 10 સિક્સર ફટકારી હતી., એટલે કે કે સુભમન ગિલે ચોગ્ગા-સિક્સરથી 88 રન બનાવ્યા હતા. આ સાથે તેણે અનેક ખેલાડીઓના રેકોર્ડને તોડી નાંખ્યા છે અથવા તો તેમની બરોબરી કરી લીધી છે. આ સાથે તે IPLની એક સિઝનમાં બે કરતા વધારે સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ ફક્ત વિરાટ કોહલી અને જોસ બટલર જ આ કમાલ કરી ચુક્યા છે.
શુભમન ગિલે ઈનિંગમાં 9 રન બનાવવાની સાથે જ ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી લીધી છે. હવે તેના નામે 800થી વધારે રન થઈ ગયા છે અને ઓેરેન્જ કેપ પણ લગભગ આ ખેલાડીની પાક્કી માનવામાં આવે છે.
IPL 2023માં ગિલનું પર્ફોમન્સ
ગિલનું આ સિઝનમાં પર્ફોમન્સ સારું રહ્યું છે. તેણે 16 મેચમાં 59.23ની સરેરાશ અને 149.80 સ્ટ્રાઈક રેટથી 821 રન બનાવ્યા છે.
તેણે 3 સદી અને 4 અડધી સદી ફટકારી છે.
IPL સિઝનમાં સૌથી વધારે સદી
- વિરાટ કોહલી-4 સદી (2016)
- જોસ બટલર 4 સદી (2022)
- શુભમન ગિલ-3 સદી (2023)*
IPLમાં સૌથી ઝડપી સદી
- શુભમન ગિલ (GT)-49 બોલમાં સદી (2023)
- રજત પાટીદાર (RCB)-49 બોલમાં સદી (2022)
- રિદ્ધિમાન સાહા-49 બોલમાં સદી (2014)