IPL 2026 પહેલા સંજુ સેમસન અને કેએલ રાહુલ ટીમો બદલશે? આગામી સિઝન પહેલા મોટા ફેરફારોના સંકેત

એક મોટા અહેવાલ મુજબ, સ્ટાર ખેલાડીઓ સંજુ સેમસન અને કેએલ રાહુલ આગામી IPL સિઝન પહેલા પોતપોતાની ટીમો બદલી શકે છે. આ બંને ખેલાડીઓ માટે ટ્રેડ ડીલ થઈ શકે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 02 Nov 2025 12:40 PM (IST)Updated: Sun 02 Nov 2025 12:40 PM (IST)
sanju-samson-and-kl-rahul-may-swap-teams-before-ipl-2026-big-trade-rumours-tristian-stubbs-rajasthan-royals-delhi-capitals-630990

Sanju Samson: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની શરૂઆત થવામાં લગભગ ચાર મહિનાનો સમય બાકી છે, ત્યારે તમામ ફ્રેન્ચાઈઝી આગામી સિઝન માટે પોતાની ટીમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. આ વચ્ચે, એક મોટા અહેવાલ મુજબ, સ્ટાર ખેલાડીઓ સંજુ સેમસન અને કેએલ રાહુલ આગામી સિઝન પહેલા પોતપોતાની ટીમો બદલી શકે છે. આ બંને ખેલાડીઓ માટે ટ્રેડ ડીલ થઈ શકે છે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' ના અહેવાલ મુજબ, સંજુ સેમસન અને કેએલ રાહુલ આઈપીએલ 2026 માં નવી ટીમો સાથે મેદાનમાં ઉતરી શકે છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો વર્તમાન ખેલાડી કેએલ રાહુલ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માં જોડાઈ શકે છે. જોકે, દિલ્હી કેપિટલ્સ રાહુલને છોડવા તૈયાર નથી, કારણ કે તેની બ્રાન્ડ વેલ્યુ સારી છે. આ સાથે જ તેને ગયા સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બીજી તરફ, KKR એક અનુભવી કેપ્ટન અને ટોચના ક્રમના બેટ્સમેનની શોધમાં છે, અને તેથી તેઓ રાહુલને પોતાની ટીમમાં લાવવા માંગે છે. રાહુલે IPL 2025 ના મીની-ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ સાથે કરાર કર્યો હતો. દિલ્હી પહેલાં, તે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) નો કેપ્ટન હતો.

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) છોડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ બની શકે છે. એવી અટકળો છે કે સંભવિત ટ્રેડ ડીલમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને સંજુ સેમસન વચ્ચે અદલાબદલી થઈ શકે છે. જો આમ થશે, તો સ્ટબ્સ રાજસ્થાન જશે જ્યારે સંજુ દિલ્હી પરત ફરશે.

સંજુ સેમસન 2016 અને 2017 માં દિલ્હી કેપિટલનો ભાગ હતો

સંજુ સેમસન અગાઉ પણ દિલ્હી કેપિટલ્સ (ત્યારે દિલ્હી ડેરડેવિલ્સ) નો ભાગ રહી ચૂક્યો છે. તેણે IPL 2016 અને 2017 માં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, તેણે બેટથી ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું. 2016માં, તેણે 14 મેચમાં 26.45 ની સરેરાશથી 291 રન બનાવ્યા હતા. જ્યારે 2017 માં, તેણે 14 મેચમાં 27.57 ની સરેરાશથી 386 રન બનાવ્યા હતા.