SA20: રિકેલ્ટનનો છગ્ગો અને ફેનને લાગી ગઈ લોટરી! એક હાથેથી કેચ પકડીને બની ગયો કરોડપતિ- VIDEO

SA20 લીગની શરૂઆતની મેચમાં એક ચાહકે રાયન રિકેલ્ટનની સિક્સર એક હાથે પકડીને ₹ 1.07 કરોડ જીતી લીધા છે. એક ચાહકે બાઉન્ડ્રીની બહાર નોંધપાત્ર ચપળતા દેખાડી હતી.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 28 Dec 2025 05:46 PM (IST)Updated: Sun 28 Dec 2025 05:46 PM (IST)
sa20-rickelton-hits-a-six-and-the-fan-wins-the-lottery-he-became-a-millionaire-by-taking-a-catch-with-one-hand-video-663593

SA20: ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ ઘણીવાર પોતાનું નસીબ બદલી નાખે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સ્ટેન્ડમાં બેઠેલો ચાહક ફક્ત એક કેચ લઈને રાતોરાત કરોડપતિ બની શકે છે?

આ કોઈ સ્વપ્ન નથી પણ એક હકિકત છે. દક્ષિણ આફ્રિકા T20 લીગ (SA20)ની શરૂઆતની મેચમાં પણ આવો જ ચમત્કાર જોવા મળ્યો. જ્યારે MI કેપ ટાઉન અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે બાઉન્ડ્રીની બહારના એક ચાહકે પોતાની ચપળતા બતાવી અને ₹ 1.07 કરોડનો જેકપોટ જીત્યો.

રાયન રિકેલ્ટનના બેટથી નીકળેલો એક ગગનચુંબી છગ્ગ સ્ટેડિયમના અવાજને તે સમયે ડબલ કરી દીધો જ્યારે એક ફેને એક હાથથી તે ઐતિહાસિક કેચ પક્ડયો ને તેનું જીવન જ બદલાઈ ગયું. સોશિયલ મીડિયા પર આ વિડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

SA20 મેચમાં એક ચાહકે 1.07 કરોડ રૂપિયા જીત્યા!
હકીકતમાં , SA20ની શરૂઆતની મેચ દરમિયાન MI કેપ ટાઉન બેટ્સમેન રિકેલ્ટન શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે 13મી ઓવરના ચોથા બોલ પર એક જોરદાર સિક્સર ફટકારી. બોલ સીધો સ્ટેન્ડમાં ગયો જ્યાં એક ચાહકે ચપળતા બતાવતા એક હાથે અદભુત કેચ પકડ્યો.

આ એક જ કેચથી કરોડપતિ બન્યો
તમને જણાવી દઈએ કે SA20 લીગના ખાસ નિયમો કેચ અ મિલિયન છે. આ યોજના હેઠળ જો કોઈ ચાહક સ્ટેન્ડમાં એક હાથે કેચ કરે છે તો તે ઈનામની રકમ માટે પાત્ર છે. આ શાનદાર કેચ માટે, ચાહકને 2 મિલિયન રેન્ડ ( ભારતીય રૂપિયામાં આશરે 1.07 કરોડ રૂપિયા) નું ઇનામ મળ્યું.

મેચની વાત કરીએ તો ડર્બન સુપર જાયન્ટ્સ (DSG) અને MI કેપ ટાઉન વચ્ચે મેદાન પર જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ડર્બન સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 232 રન બનાવ્યા, જે SA20 લીગના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર છે. ડેવોન કોનવે (64) અને કેન વિલિયમસન (40) એ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
233 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમમાં એમઆઈ કેપટાઉનના રાયન રિકેલ્ટને એકલા હાથે ટીમનું નેતૃત્વ કર્યું. તેણે મેદાનમાં 11 છગ્ગા ફટકારીને પોતાની પ્રભાવશાળી સદી પૂરી કરી. જેસન સ્મિથે પણ 14 બોલમાં 41 રન બનાવીને આશાઓ જગાવી , પરંતુ અંતિમ ઓવરમાં સ્થિતિ પલટાઈ ગઈ.

અંતે, ડર્બન સુપર જાયન્ટ્સે 15 રનથી મેચ જીતી લીધી. રાયન રિકેલ્ટનની સદી તેની ટીમને જીત તરફ દોરી ન ગઈ પરંતુ બાઉન્ડ્રીની બહાર એક ચાહકે તેની એક સિક્સનો કેચ પકડીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.