Aiden Markram Statement: T20 વર્લ્ડ કપ 2026ના પહેલા સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડના હાથે મળેલી કારમી હારથી દક્ષિણ આફ્રિકાના કેમ્પમાં હચમચી ઉઠી છે. ફિન એલનની ઐતિહાસિક સદી અને કિવી ટીમના શાનદાર પ્રદર્શન બાદ, પ્રોટીઝના કેપ્ટન એડન માર્કરામે પોતાની ટીમની હારને ખરાબ રાત ગણાવી. સતત ટુર્નામેન્ટ જીતી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં ચોકર્સ સાબિત થઈ. આ જીત સાથે, કિવી ટીમે ગર્વથી 2026 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
હાર પછી એઇડન માર્કરામનો છલકાયું દર્દ
ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ હાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં માર્કરામનો ચહેરો સ્પષ્ટપણે તેની ટીમની નિરાશાને પ્રતિબિંબિત કરતો હતો. મેચ પછી, માર્કરમે સ્વીકાર્યું કે તેમની ટીમ સેમિફાઇનલ જેવા મોટા સ્ટેજ પર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ.
કેપ્ટન માર્કરામે કહ્યું- આ એક ઘણી જ એક ભયંકર રાત હતી. અમે ત્રણેય વિભાગોમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) ભૂલો કરી. ફિન એલનની ઇનિંગ્સે અમારી પાસેથી મેચ છીનવી લીધી, પરંતુ સત્ય એ છે કે અમે મેદાન પર અમારી યોજનાઓનો અમલ કરવામાં નિષ્ફળ ગયા. આ હાર અમારા માટે પચવામાં ખૂબ જ પીડાદાયક છે.
માર્કરામે વધુમાં કહ્યું- ટી20 ક્રિકેટમાં ઘણીવાર એવું બને છે કે જો કોઈ ટીમ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરે છે, તો મેચનો માર્ગ નક્કી થાય છે. ફિન એલનની ઇનિંગ અને ટિમ સીફર્ટની ઇનિંગને બધો જ શ્રેય જાય છે. તેઓએ મેચ ખૂબ જ ઝડપથી અમારી પાસેથી છીનવી લીધી. મને લાગ્યું કે આ વિકેટ બેટિંગ માટે ખૂબ સારી હશે. જોવામાં પણ ઘણી જ સારી લાગતી હતી. કદાચ અમારે 190 સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈતો હતો. પછી અમે મેચમાં રહી શક્યા હોત. અમે પરિણામથી સ્પષ્ટપણે નિરાશ છીએ, પરંતુ મને આ ખેલાડીઓ પર ખૂબ ગર્વ છે. તેઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ ક્રિકેટ રમ્યું છે. હવે, અમારે અમારી લાગણીઓને થોડી શાંત થવા દેવાની જરૂર છે. પછી અમે એક ટીમ તરીકે બેસીને ચર્ચા કરીશું. ક્રિકેટમાં પડ્યા પછી ફરી તમારે પાછા ઉભા થવું પડશે અને વાપસી કરવી પડશે. અમે ખૂબ નિરાશ છીએ. હવે અમારે મજબૂત થઈને પાછા આવવું પડશે અને એક ટીમ તરીકે વધુ સારા બનવું પડશે.
એલનના તોફાને સાઉથ આફ્રિકાનું સપનું તોડ્યું
માર્કરામે ફિન એલનની પ્રશંસા કરી, જેણે દક્ષિણ આફ્રિકાની બોલિંગને માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. એલનના અણનમ 100 રન 33 બોલમાં ફટકાર્યા, જેનાથી કિવી ટીમ ફાઇનલમાં સ્થાન મેળવી શકી.
દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી ચોકર્સ બની
જ્યારે એડન માર્કરામને ચોકર્સ ટેગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કેપ્ટને તેનો બચાવ કરતા કહ્યું કે ટીમે આખી ટુર્નામેન્ટ દરમિયાન સારું રમ્યું હતું, પરંતુ સેમિફાઇનલમાં તે ગતિ જાળવી શકી ન હતી. નોંધનીય છે કે આફ્રિકન ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની ચારેય મેચ અને સુપર 8 સ્ટેજમાં ત્રણેય મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આનો અર્થ એ થયો કે સાત મેચ જીત્યા પછી, આફ્રિકન ટીમને સેમિફાઇનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
