Team India ODI Schedule: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફેન્સ માટે અત્યંત આનંદના સમાચાર છે. વર્ષ 2025 માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, આ બંને દિગ્ગજો વર્ષ 2026 માં પણ મેદાન પર ધમાલ મચાવવા તૈયાર છે. અહેવાલો અનુસાર, રોહિત અને વિરાટ આ વર્ષે ટીમ ઈન્ડિયાની જર્સીમાં કુલ 18 ODI મેચ રમતા જોવા મળશે.
2027 વર્લ્ડ કપ પર નજર
વર્ષ 2025 માં રોહિત અને વિરાટે ચેમ્પિયન્સ ટ્રોફી ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આ બંને ખેલાડીઓનું મુખ્ય લક્ષ્ય 2027 નો વર્લ્ડ કપ છે. આ મિશન માટે વર્ષ 2026 ની તૈયારી ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. હાલમાં તેઓ માત્ર ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાથી, તેમને શ્રેણીઓ વચ્ચે પૂરતો આરામ મળશે, જેના કારણે તેઓ તમામ 18 મેચોમાં ભાગ લઈ શકશે.
ટીમ ઈન્ડિયાનું 2026 ODI શેડ્યૂલ
1. ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (3 મેચ)
વર્ષની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝથી થશે.
- 11 જાન્યુઆરી - વડોદરા
- 14 જાન્યુઆરી - રાજકોટ
- 18 જાન્યુઆરી - ઈન્દોર
2. ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન (3 મેચ)
અફઘાનિસ્તાનની ટીમ જૂન મહિનામાં ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન 3 મેચની શ્રેણી રમાશે, જોકે તારીખો અને સ્થળ હજુ જાહેર થયા નથી.
3. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત (3 મેચ)
બે ઘરઆંગણે શ્રેણી રમ્યા બાદ ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે.
- 14 જુલાઈ: બર્મિંગહામ
- 16 જુલાઈ: કાર્ડિફ
- 19 જુલાઈ: લંડન
4. ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (3 મેચ)
સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ODI શ્રેણી માટે ભારત આવશે. તાજેતરમાં તેઓ ટેસ્ટ શ્રેણી માટે આવ્યા હતા, હવે મર્યાદિત ઓવરોની શ્રેણી રમાશે.
5. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત (3 મેચ)
વર્ષના અંતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI મેચ રમાશે.
6. ભારત વિરુદ્ધ શ્રીલંકા (3 મેચ)
વર્ષના અંતે, એટલે કે ડિસેમ્બર 2026 માં શ્રીલંકા સામે 3 મેચની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે આ શ્રેણી મહત્વની રહેશે.
