Rishabh Pant: ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો ભોગ બનેલ પંત હવે પોતાના પગ પર ઉભો છે. તેણે ક્રેચનો સહારો પણ છોડી દીધો છે. તે મુંબઈ એરપોર્ટ પર ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તે સારી રીતે ચાલતો પણ જોવા મળ્યો હતો. આ પહેલા ઋષભ પંત IPL 2023માં પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને ચીયર કરવા આવ્યો હતો.
ઋષભ પંત આ અંદાજમાં જોવા મળ્યો હતો
રિષભ પંતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કોઈપણ સહાય વગર પોતાના પગ પર ચાલી રહ્યો છે. આ દરમિયાન તેણે બ્લેક ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલ છે અને તેના ગળામાં જાડી ચેન પણ દેખાય છે. આ સિવાય તેણે હેડફોન પણ લગાવ્યા છે અને ડાર્ક ચશ્મા પણ પહેર્યા છે.
રિષભ પંત વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં
માર્ગ અકસ્માત બાદ રિષભ પંત IPL 2023માં ભાગ લઈ શક્યો નહોતો. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ODI વર્લ્ડ કપ અને એશિયા કપ 2023 પણ મિસ કરશે.
પંતનો અકસ્માત 31 ડિસેમ્બર 2022ના રોજ થયો હતો
ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 31 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી રૂરકી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની કાર હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ. એક ભયાનક અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ પંત લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર છે. હવે ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.