Rishabh Pant: હાલ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સિરીઝ રમી રહી છે. 3 મેચોની સિરીઝમાં ભારતે પ્રથમ બંને મેચો જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્રીજી અને આખરી મેચ આવતીકાલે એટલે 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં રમાનારી છે. એ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગટન સુંદર ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના દર્શન કરવા પહોંચ્યા હતા.
સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગટન સુંદરની સાથે ભારતીય ક્રિકેટનો સ્ટાફ પણ મહાકાલેશ્વરના દર્શન કરવા પહોંચ્યો હતો તેમજ તેઓએ બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. તેઓએ સંપૂર્ણ વિધિવિધાનથી બાબા મહાકાલનું પૂજન-અર્ચન કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન ક્રિકેટર્સ ઓમ નમઃ શિવાયનો જાપ કરતા જોવા મળ્યા હતા.
https://twitter.com/ANI/status/1617352626315886593
ભારતીય ક્રિકેટના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતી સામેલ થઇને ઘણો આંનદ થઇ રહ્યો છે. બાબા મહાકાલ પાસેથી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવાના આશીર્વાદ માગ્યા છે. તેમજ મારો મિત્ર અને સાથી ક્રિકેટર રિષભ પંતના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો