India's 2011 World Cup triumph: આજના દિવસે જ 12 વર્ષ પહેલાં ભારતે બીજીવાર વનડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. પોતાને પાંચમા નંબરે પ્રમોટ કરીને ફાઇનલમાં અણનમ 91 રનની ઇનિંગ્સ રમનાર કેપ્ટન કુલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. અહીં આપણે રી-કોલ કરીશું કે એ વર્લ્ડ કપ જીત્યા બાદ માહીએ શું કીધું હતું.
ધોનીએ કહ્યું હતું કે, આજે મેં અમુક નિર્ણય લીધા હતા. જો અમે જીત્યા ન હોત તો હું પોતાને અમુક પ્રશ્ન પૂછત કે, મેં અશ્વિનને કેમ ન રમાડ્યો. શ્રીસંથને કેમ રમાડ્યો. હું યુવરાજ પહેલાં બેટિંગ કરવા કેમ આવ્યો? જો અમે ન જીતત તો આ પ્રશ્નો મને બહુ જ પરેશાન કરત, તેમણે મને સારું પ્રદર્શન કરવા માટે વધુ પ્રેરણા આપી.
https://twitter.com/RCBTweets/status/1642323460255825921
ધોનીએ કહ્યું હતું કે, અગાઉની મેચોમાં દબાણ મારા પર હાવી થઈ ગયું હતું. આ મેચમાં હું ઉપર રમવા માગતો હતો અને કોચ ગેરી કર્સ્ટને મને આવું કરવા માટે સપોર્ટ કર્યો, સીનિયર્સનો પણ સાથ મળ્યો. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે બહુ સરસ બેટિંગ કરી. અમે સિંગલ્સ લેવા પર જોર આપ્યું. પછી ઝાકળ આવ્યું ત્યારે સ્પિનર્સને એટેક કર્યા. મને ગમત જો ગૌતમ પોતાની સેન્ચુરી કમ્પ્લીટ કરત.
શું થયું હતું મેચમાં?
- શ્રીલંકાએ પ્રથમ ફર્યા બેટિંગ કરતા મહેલા જયવર્દનેના 103 રન અને થિસારા પરેરાના 9 બોલમાં 22* રનના કેમિયોથી 6 વિકેટે 274 રન બનાવ્યા હતા.
- જવાબમાં ભારતની શરૂઆત નિરાશાજનક રહી હતી. વીરેન્દ્ર સહેવાગ શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે સચિન તેંડુલકર 18 રને પેવેલિયન પરત ફર્યા હતા.
- તે પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 83 રની ભાગીદારી થઈ હતી.
- ગંભીરના આઉટ થયા બાદ યુવરાજ અને ધોનીએ મેચ ફિનિશ કરી હતી.
- ધોનીએ મારેલી એ વિનિંગ સિક્સ આજે પણ ભારતીય ફેન્સના મનમાં અમર છે.