Purple Cap in IPL 2026: પર્પલ કેપની રેસમાં ભુવનેશ્વર કુમારનો દબદબો; ઇકોનોમી રેટના આધારે નંબર 1 સ્થાન જાળવ્યું

આઈપીએલ 2026 માં બોલરો વચ્ચેની 'વિકેટ વોર' પણ ચરમસીમાએ છે. પર્પલ કેપની રેસમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 09 May 2026 09:53 AM (IST)Updated: Sat, 09 May 2026 09:53 AM (IST)
purple-cap-ipl-2026-updated-may-09-top-wicket-takers-list-most-wickets-bhuvneshwar-kumar-anshul-kamboj-prince-yadav-after-dc-vs-kkr-match

Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (May 09, 2026): આઈપીએલ 2026 માં બોલરો વચ્ચેની 'વિકેટ વોર' પણ ચરમસીમાએ છે. પર્પલ કેપની રેસમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચ બાદ બોલિંગ ચાર્ટમાં કોઈ મોટા ફેરફારો જોવા મળ્યા નથી, જે ભુવી માટે રાહતના સમાચાર છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમી રહેલા ભુવનેશ્વર કુમાર અને ચેન્નાઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને બોલરોએ 17-17 વિકેટ ઝડપી છે, પરંતુ ભુવનેશ્વરનો ઇકોનોમી રેટ શાનદાર હોવાને કારણે તે ટેકનિકલી નંબર વન પર બિરાજમાન છે.

કોલકાતાના કાર્તિક ત્યાગીએ છેલ્લી મેચમાં બે વિકેટ ઝડપીને ટોપ-10 માં એન્ટ્રી કરી છે, જે દર્શાવે છે કે આવનારા દિવસોમાં ટોચના ક્રમમાં મોટા ઉલટફેર થઈ શકે છે. પ્લેઓફની રેસ જેમ નજીક આવશે તેમ પર્પલ કેપ માટેની આ લડાઈ વધુ ઉગ્ર બનશે તે નક્કી છે.

પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026

  • ભુવનેશ્વર કુમાર (RCB): 17 વિકેટ
  • અંશુલ કંબોજ (CSK): 17 વિકેટ
  • પ્રિન્સ યાદવ (LSG): 16 વિકેટ
  • કાગીસો રબાડા (GT): 16 વિકેટ
  • એશાન મલિંગા (SRH): 16 વિકેટ

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List

ખેલાડી મેચ ઓવર્સ બોલ વિકેટ સરેરાશ
ભુવનેશ્વર કુમાર 10 39.0 234 17 17.53
અંશુલ કંબોજ 10 35.4 214 17 18.71
પ્રિન્સ યાદવ 10 37.0 222 16 18.69
કાગિસો રબાડા 10 39.0 234 16 22.50
એશાન માલિંગા 11 38.2 230 16 22.63
જોફ્રા આર્ચર 10 37.0 222 15 21.27
કાર્તિક ત્યાગી 10 35.0 210 13 24.23
એએમ ગઝનફર 8 28.5 173 12 23.83
પ્રસિદ્ધ કૃષ્ણા 7 26.0 156 12 22.42
મોહમ્મદ સિરાજ 10 37.0 222 11 26.91