Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (May 08, 2026): લખનૌ સુપર જાયન્ટ્સના યુવા બોલર પ્રિન્સ યાદવે IPL 2026 માં પોતાની બોલિંગથી તરખાટ મચાવ્યો છે. RCB સામેની મેચમાં તેણે 3 મહત્વની વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ખાસ વાત એ છે કે તેણે વિરાટ કોહલીને શૂન્ય રને આઉટ કરીને ઈતિહાસ રચ્યો છે; તે IPL માં વિરાટને 'ડક' પર આઉટ કરનાર બીજો બોલર બન્યો છે.
પર્પલ કેપ હાલમાં અનુભવી ભુવનેશ્વર કુમાર પાસે છે, પરંતુ લખનૌ સામેની મેચ તેના માટે ભૂલવા જેવી રહી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા પણ એક પણ વિકેટ મળી નહીં. ભુવી પાસે પોતાની લીડ વધારવાની સુવર્ણ તક હતી જે તેણે ગુમાવી દીધી છે. હવે પ્રિન્સ યાદવ અને અંશુલ કંબોજ જેવી યુવા પ્રતિભાઓ ભુવીના તાજ માટે મોટો પડકાર બની રહી છે.
આ પણ વાંચો
પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026
- ભુવનેશ્વર કુમાર (RCB): 17 વિકેટ
- અંશુલ કંબોજ (CSK): 17 વિકેટ
- પ્રિન્સ યાદવ (LSG): 16 વિકેટ
- કાગીસો રબાડા (GT): 16 વિકેટ
- એશાન મલિંગા (SRH): 16 વિકેટ
આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List
| ખેલાડી | મેચ | વિકેટ | સરેરાશ |
|---|---|---|---|
| ભુવનેશ્વર કુમાર | 10 | 17 | 17.53 |
| અંશુલ કંબોજ | 10 | 17 | 18.71 |
| પ્રિન્સ યાદવ | 10 | 17 | 18.69 |
| કાગિસો રબાડા | 10 | 16 | 22.50 |
| એશાન માલિંગા | 11 | 16 | 22.63 |
| જોફ્રા આર્ચર | 10 | 15 | 21.27 |
| એએમ ગઝનફર | 8 | 12 | 23.83 |
| પ્રસિદ્ધ કૃષ્ણા | 7 | 12 | 22.42 |
| મોહમ્મદ સિરાજ | 10 | 11 | 26.91 |
| રાશિદ ખાન | 10 | 11 | 27.82 |
