Purple Cap in IPL 2026: પર્પલ કેપની રેસમાં ભુવનેશ્વર કુમારનો દબદબો, જાણો સૌથી વધુ વિકેટ લેનાર બોલરો વિશે

Purple Cap in IPL 2026: પર્પલ કેપ હાલમાં RCBના અનુભવી સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર કુમાર પાસે છે. ભુવનેશ્વરે અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં 17 વિકેટ ઝડપીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 01 May 2026 10:55 AM (IST)Updated: Fri, 01 May 2026 10:57 AM (IST)
purple-cap-ipl-2026-updated-may-01-top-wicket-takers-list-most-wickets-bhuvneshwar-kumar-jofra-archer-eshan-malinga-after-gt-vs-rcb-match

Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (May 01, 2026): IPLમાં બોલરોનું વર્ચસ્વ પણ બેટ્સમેનો જેટલું જ જોવા મળી રહ્યું છે. સૌથી વધુ વિકેટ લેનારને મળતી પર્પલ કેપ હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના અનુભવી સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર કુમાર પાસે છે. ભુવનેશ્વરે અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં 17 વિકેટ ઝડપીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

સનરાઇઝર્સ હૈદરાબાદનો એશાન મલિંગા 15 વિકેટ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. જોકે, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન માટે બોલરો વચ્ચે કાંટાની ટક્કર છે. જોફ્રા આર્ચર, અંશુલ કંબોજ અને કાગીસો રબાડા ત્રણેયના નામે 14-14 વિકેટ છે. આ ત્રણેય ખેલાડીઓ વચ્ચેનું રેન્કિંગ તેમના ઇકોનોમી રેટ (રન આપવાની ગતિ) ના આધારે નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત ટાઇટન્સનો કાગીસો રબાડા પણ હવે ટોચના પાંચમાં સામેલ થઈ ગયો છે, જે આવનારી મેચોમાં પર્પલ કેપ મેળવવા માટે મોટો દાવેદાર બની શકે છે.

પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026

  • ભુવનેશ્વર કુમાર (RCB): 17 વિકેટ
  • એશાન મલિંગા (SRH): 15 વિકેટ
  • જોફ્રા આર્ચર (RR): 14 વિકેટ
  • અંશુલ કંબોજ (CSK): 14 વિકેટ
  • કાગીસો રબાડા (GT): 14 વિકેટ

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List

ખેલાડી મેચ વિકેટ એવરેજ
ભુવનેશ્વર કુમાર 9 17 15.53
એશાન માલિંગા 9 15 18.93
જોફ્રા આર્ચર 9 14 19.50
અંશુલ કંબોજ 8 14 16.93
કાગિસો રબાડા 9 14 24.14
પ્રિન્સ યાદવ 8 13 18.62
પ્રસિદ્ધ કૃષ્ણા 7 12 22.42
રવિ બિશ્નોઈ 8 11 20.82
રાશિદ ખાન 9 10 27.40
એએમ ગઝનફર 6 10 19.60

IPL Points Table 2026 (Updated May 01, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026

naidunia_image