Purple Cap in IPL 2026: પર્પલ કેપ માટે બોલરો વચ્ચે જંગ તેજ; ભુવનેશ્વર કુમાર હજુ પણ ટોપ પર, જોફ્રા આર્ચરની લાંબી છલાંગ

Purple Cap in IPL 2026: મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી 40મી મેચ બાદ 'પર્પલ કેપ' ના લિડરબોર્ડમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 29 Apr 2026 11:21 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:21 AM (IST)
purple-cap-ipl-2026-updated-april-29-top-wicket-takers-list-most-wickets-bhuvneshwar-kumar-jofra-archer-anshul-kamboj-after-pbks-vs-rr-match

Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (April 29, 2026): ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં માત્ર બેટ્સમેનો જ નહીં, પરંતુ બોલરો વચ્ચે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની હોડ જામી છે. મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી 40મી મેચ બાદ 'પર્પલ કેપ' ના લિડરબોર્ડમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. હાલમાં આ યાદીમાં ભારતીય બોલરોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જેમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

Purple Cap in IPL 2026: પંજાબ વિરૂદ્ધ રાજસ્થાન મેચ બાદ બદલાયા સમીકરણો

40મી મેચના અંતે પર્પલ કેપની રેસ વધુ રોમાંચક બની છે. અગાઉ ટોપ 5 માં સ્થાન ધરાવતા કગિસો રબાડા અને પ્રસિદ્ધ ક્રિષ્ના હવે આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે શાનદાર પ્રદર્શનના જોરે સીધું જ બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. રસપ્રદ વાત એ છે કે, ટોપ 4 માં સ્થાન ધરાવતા તમામ બોલરો અત્યારે 14-14 વિકેટ સાથે એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યા છે.

Purple Cap in IPL 2026: ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન

આ સીઝનમાં ભારતીય યુવા અને અનુભવી બોલરોનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે. ભુવનેશ્વર કુમારની સાતત્યપૂર્ણ બોલિંગ હોય કે અંશુલ કંબોજ અને પ્રિન્સ યાદવ જેવા ઉભરતા ખેલાડીઓ, તમામ મેદાન પર પોતાની છાપ છોડી રહ્યા છે. જોફ્રા આર્ચરની વાપસીથી રાજસ્થાનના બોલિંગ વિભાગને વધુ મજબૂતી મળી છે, જે હવે પર્પલ કેપની રેસમાં ભુવનેશ્વર કુમાર માટે મોટો પડકાર બની શકે છે.

પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026

  • ભુવનેશ્વર કુમાર (RCB): 14 વિકેટ
  • જોફ્રા આર્ચર (RR): 14 વિકેટ
  • અંશુલ કંબોજ (CSK): 14 વિકેટ
  • એશાન મલિંગા (SRH): 14 વિકેટ
  • પ્રિન્સ યાદવ (LSG): 13 વિકેટ

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List

ખેલાડી મેચ વિકેટ એવરેજ
ભુવનેશ્વર કુમાર 8 14 16.86
જોફ્રા આર્ચર 9 14 19.50
અંશુલ કંબોજ 8 14 16.93
એશાન માલિંગા 8 14 18.21
પ્રિન્સ યાદવ 8 13 18.62
કાગિસો રબાડા 8 13 22.62
પ્રસિદ્ધ કૃષ્ણા 7 12 22.42
રવિ બિશ્નોઈ 8 11 20.82
મોહસિન ખાન 4 9 11.33
કૃણાલ પંડ્યા 8 9 26.56

IPL Points Table 2026 (Updated April 29, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026

ક્રમ ટીમ મેચ જીત હાર પરિણામ નહીં પોઇન્ટ્સ નેટ રન રેટ
1 PBKS 8 6 1 1 13 +1.043
2 RCB 8 6 2 0 12 +1.919
3 RR 9 6 3 0 12 +0.617
4 SRH 8 5 3 0 10 +0.815
5 GT 8 4 4 0 8 -0.475
6 CSK 8 3 5 0 6 -0.121
7 DC 8 3 5 0 6 -1.060
8 KKR 8 2 5 1 5 -0.751
9 MI 7 2 5 0 4 -0.736
10 LSG 8 2 6 0 4 -1.106