Purple Cap in IPL 2026: RCBની ધમાકેદાર જીત અને ભુવનેશ્વરનો જાદુ; અંશુલ કંબોજ પાસેથી છીનવી 'પર્પલ કેપ'

RCBના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે આ મેચમાં ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 3 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 28 Apr 2026 09:13 AM (IST)Updated: Tue, 28 Apr 2026 09:13 AM (IST)
purple-cap-ipl-2026-updated-april-28-top-wicket-takers-list-most-wickets-bhuvneshwar-kumar-anshul-kamboj-eshan-malinga-after-dc-vs-rcb-match

Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (April 28, 2026): ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં સોમવાર, 27 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને 9 વિકેટે હરાવીને એકતરફી વિજય મેળવ્યો છે. આ જીત સાથે માત્ર પોઈન્ટ ટેબલમાં જ નહીં, પરંતુ પર્પલ કેપની રેસમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે.

Purple Cap in IPL 2026: ભુવનેશ્વર કુમારનો પર્પલ કેપ પર કબજો

RCBના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે આ મેચમાં ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 3 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આ શાનદાર સ્પેલની મદદથી ભુવનેશ્વરે અંશુલ કંબોજને પાછળ છોડીને પર્પલ કેપ પોતાના નામે કરી લીધી છે. ભુવનેશ્વરના નામે હવે 8 મેચમાં 14 વિકેટ થઈ ગઈ છે.

પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026

  • ભુવનેશ્વર કુમાર (RCB): 14 વિકેટ
  • અંશુલ કંબોજ (CSK): 14 વિકેટ
  • એશાન મલિંગા (SRH): 14 વિકેટ
  • જોફ્રા આર્ચર (RR): 13 વિકેટ
  • પ્રિન્સ યાદવ (LSG): 13 વિકેટ

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List

ખેલાડી મેચ વિકેટ સરેરાશ
ભુવનેશ્વર કુમાર 8 14 16.86
અંશુલ કમ્બોજ 8 14 16.93
એશાન માલિંગા 8 14 18.21
જોફ્રા આર્ચર 8 13 17.92
પ્રિન્સ યાદવ 8 13 18.62
કાગિસો રબાડા 8 13 22.62
પ્રસિદ્ધ કૃષ્ણા 7 12 22.42
રવિ બિશ્નોઈ 8 11 20.82
મોહસિન ખાન 4 9 11.33
કૃણાલ પંડ્યા 8 9 26.56

DC vs RCB, IPL 2026:દિલ્હીની બેટિંગ લાઇન-અપ ધરાશાયી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. એક સમયે દિલ્હીનો સ્કોર 6 વિકેટના નુકસાને માત્ર 8 રન હતો. જોકે, નીચલા ક્રમે અભિષેક પોરેલની 30 રનની લડાયક ઇનિંગને કારણે ટીમ 16.3 ઓવરમાં 75 રન સુધી પહોંચી શકી હતી, જે તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર બનતા બચી ગયો હતો.

RCB તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે સુયશ શર્મા, કૃણાલ પંડ્યા અને રસિક સલામ દારે 1-1 વિકેટ ઝડપી હતી. 76 રનના લક્ષ્યાંકનો પીછો કરતા RCBએ માત્ર 6.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ઓપનર દેવદત્ત પડિકલે અણનમ 34 રન અને વિરાટ કોહલીએ અણનમ 23 રન બનાવીને ટીમને પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.

IPL 2026 Points Table: પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ

આ ભવ્ય જીત બાદ RCB હવે 8 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને ટેબલ-ટોપર પંજાબ કિંગ્સ (13 પોઈન્ટ) થી માત્ર 1 પોઈન્ટ પાછળ છે. આ જીતે RCBના નેટ રન રેટમાં પણ મોટો ઉછાળો આપ્યો છે, જે આગામી સમયમાં પંજાબ માટે જોખમી સાબિત થઈ શકે છે.

બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને ફેંકાઈ ગયું છે અને તેમનો નેટ રન રેટ હવે -1.060 થઈ ગયો છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે હવે દિલ્હી અને મુંબઈ (નવમું સ્થાન) જેવી ટીમોએ બાકીની મેચોમાં અસાધારણ પ્રદર્શન કરવું પડશે.

ક્રમ ટીમ મેચ જીત હાર પરિણામ નહીં પોઇન્ટ્સ નેટ રન રેટ
1 PBKS 7 6 0 1 13 +1.333
2 RCB 8 6 2 0 12 +1.919
3 SRH 8 5 3 0 10 +0.815
4 RR 8 5 3 0 10 +0.602
5 GT 8 4 4 0 8 -0.475
6 CSK 8 3 5 0 6 -0.121
7 DC 8 3 5 0 6 -1.060
8 KKR 8 2 5 1 5 -0.751
9 MI 7 2 5 0 4 -0.736
10 LSG 8 2 6 0 4 -1.106