Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (April 27, 2026): IPL 2026 ની રવિવારે રમાયેલી રોમાંચક મેચો બાદ બોલિંગ વિભાગમાં પર્પલ કેપ માટેની સ્પર્ધા વધુ તેજ બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ઉભરતા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે વિકેટની રેસમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જોકે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બોલર કાગીસો રબાડાએ પણ હવે ટોપ 5 માં સ્થાન મેળવી લીધું છે.
વિકેટ વગર પણ કંબોજ પાસે જળવાઈ રહી પર્પલ કેપ
આ પણ વાંચો
રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની 8 વિકેટથી હાર થઈ હતી. આ મેચ દરમિયાન અંશુલ કંબોજ એક પણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો ન હતો, તેમ છતાં તે પર્પલ કેપની રેસમાં હજુ પણ મોખરે છે. કંબોજે અત્યાર સુધી 8 મેચોમાં કુલ 14 વિકેટ ઝડપી છે.
મલિંગા સાથે રસાકસી અને ઈકોનોમીનો તફાવત
સનરાઇઝર્સ હૈદરાબાદના એશાન મલિંગાએ પણ 14 વિકેટ ઝડપી છે અને તે કંબોજની બરાબરી પર છે. જોકે, આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, જ્યારે વિકેટની સંખ્યા સમાન હોય ત્યારે ઈકોનોમી રેટ જોવામાં આવે છે. ઈશાન મલિંગાની તુલનામાં અંશુલ કંબોજનો ઈકોનોમી રેટ શ્રેષ્ઠ હોવાથી પર્પલ કેપ હાલમાં કંબોજ પાસે સુરક્ષિત છે.
કાગીસો રબાડાનું શાનદાર પ્રદર્શન
કાગીસો રબાડાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 3 મહત્વની વિકેટ ઝડપીને શાનદાર પુનરાગમન કર્યું છે. આ શાનદાર પ્રદર્શનના જોરે તે હવે સીધો ટોપ 5 બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રબાડા અત્યારે 13 વિકેટ સાથે પર્પલ કેપ જીતવાના પ્રબળ દાવેદારોમાંનો એક બની ગયો છે. જોફ્રા આર્ચર અને પ્રિન્સ યાદવ પણ 13-13 વિકેટ સાથે આ યાદીમાં મજબૂત પકડ ધરાવે છે.
પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026
- અંશુલ કંબોજ (CSK): 14 વિકેટ
- એશાન મલિંગા (SRH): 14 વિકેટ
- જોફ્રા આર્ચર (RR) : 13 વિકેટ
- પ્રિન્સ યાદવ (LSG) : 13 વિકેટ
- કાગીસો રબાડા (GT) : 13 વિકેટ
આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List
| ખેલાડી | મેચ | વિકેટ | સરેરાશ |
|---|---|---|---|
| અંશુલ કમ્બોજ | 8 | 14 | 16.93 |
| એશાન માલિંગા | 8 | 14 | 18.21 |
| જોફ્રા આર્ચર | 8 | 13 | 17.92 |
| પ્રિન્સ યાદવ | 8 | 13 | 18.62 |
| કાગિસો રબાડા | 8 | 13 | 22.62 |
| પ્રસિદ્ધ કૃષ્ણા | 7 | 12 | 22.42 |
| ભુવનેશ્વર કુમાર | 7 | 11 | 21.00 |
| રવિ બિશ્નોઈ | 8 | 11 | 20.82 |
| મોહસિન ખાન | 4 | 9 | 11.33 |
| કાર્તિક ત્યાગી | 8 | 9 | 28.89 |
IPL Points Table 2026 (Updated April 27, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | પરિણામ નહીં | પોઇન્ટ્સ | નેટ રન રેટ |
|---|---|---|---|---|---|---|---|
| 1 | PBKS | 7 | 6 | 0 | 1 | 13 | +1.333 |
| 2 | RCB | 7 | 5 | 2 | 0 | 10 | +1.101 |
| 3 | SRH | 8 | 5 | 3 | 0 | 10 | +0.815 |
| 4 | RR | 8 | 5 | 3 | 0 | 10 | +0.602 |
| 5 | GT | 8 | 4 | 4 | 0 | 8 | -0.475 |
| 6 | CSK | 8 | 3 | 5 | 0 | 6 | -0.121 |
| 7 | DC | 7 | 3 | 4 | 0 | 6 | -0.184 |
| 8 | KKR | 8 | 2 | 5 | 1 | 5 | -0.751 |
| 9 | MI | 7 | 2 | 5 | 0 | 4 | -0.736 |
| 10 | LSG | 8 | 2 | 6 | 0 | 4 | -1.106 |
