Purple Cap Holder IPL 2023 List: આઈપીએલનમાં હવે બે મેચ જ બાકી રહી છે. ક્વાલિફાયર 2 અને ફાઈનલ. ફાઈનલ રવિવારે રમાશે. હવે પર્પલ કેપ (Purple Cap) માટેની સીધી ટક્કર ગુજરાત અને મુંબઈના બોલર વચ્ચે છે. નંબર વન પર ગુજરાતનો મોહમ્મદ શમી (Mohammad Shami), બીજા સ્થાને રાશિદ ખાન (Rashid Khan) જ્યારે ત્રણ નંબર પર પિયુષ ચાવલા (Piyush Chawla) છે. જોકે ચેન્નઈનો તુષાર દેશપાન્ડે પણ આ યાદીમાં 21 વિકેટ સાથે 5માં નંબરે છે.
આ યાદીમાં 15 મેચમાં 26 વિકેટ સાથે મોહમ્મદ શમી ટોપ પર છે. 25 વિકેટ લેનાર રાશિદ ખાન બીજા સ્થાને છે. જ્યારે પિયુષ ચાવલાએ 15 મેચમાં 21 વિકેટ લીધી છે.
આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલર
26 વિકેટ- મોહમ્મદ શમી (GT) મેચ 15
25 વિકેટ- રાશિદ ખાન (GT), મેચ 15
21 વિકેટ - પિયુષ ચાવલા (MI) મેચ 14
21 વિકેટ- યુજવેન્દ્ર ચહલ (RR), મેચ 14
21 વિકેટ- તુષાર દેશપાંડે (CSK) મેચ 15.
પર્પલ કેપ શું છે, કોને આપવામાં આવે છે?
પર્પલ કેપ આઈપીએલમાં આપવામાં આવતો એવોર્ડ છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને આપવામાં આવે છે. IPL 2022માં ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ કબજે કરી હતી. તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 27 વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં 14 મેચમાં 21 વિકેટ સાથે ચહલ 4 નંબર પર છે.