સૂર્યકુમાર યાદવના પરિવારને મળ્યા વડાપ્રધાન મોદી, સૂર્યાની પુત્રીએ સંભળાવ્યું ભજન; જુઓ VIDEO

સૂર્યકુમાર યાદવ ICC T20 World Cup 2026 નો ગોલ્ડ મેડલ પહેરીને વડાપ્રધાનને મળવા પહોંચ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 06 Nov 2026 03:51 PM (IST)Updated: Fri, 06 Nov 2026 03:51 PM (IST)
pm-narendra-modi-meets-suryakumar-yadav-family-daughter-sings-ram-bhajan-video

PM Modi met Suryakumar Yadav: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે દિલ્હી ખાતે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેના પરિવાર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્યાના બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ICC T20 World Cup 2026 નો ગોલ્ડ મેડલ પહેરીને વડાપ્રધાનને મળવા પહોંચ્યા, અને PM મોદીએ પણ હાથમાં ગોલ્ડ મેડલ પકડીને ભારતની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે સૂર્યકુમાર યાદવની પુત્રી રિદ્ધિએ વડાપ્રધાન મોદીને એક અત્યંત સુંદર રામ ભજન ગાઈને સંભળાવ્યું હતું. નાની બાળકીના મુખેથી રામ ભજન સાંભળીને વડાપ્રધાન મોદી ખૂબ જ ઉત્સાહિત દેખાયા અને તેમણે તાળીઓ પાડીને બાળકીનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાને આ યાદગાર અને સુંદર ક્ષણનો વીડિયો પોતાના X હેન્ડલ પર પણ શેર કર્યો છે.

 

સૂર્યકુમાર યાદવ અને તેમના પરિવાર સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ભગવાન રામના આગમન અને સરયૂ નદીએ દિવાળીના આધ્યાત્મિક મહત્વને વધારી દીધું, જેનાથી તહેવારનું વાતાવરણ વધુ પાવન અને દિવ્ય બની ગયું છે. દીપાવલીના માહોલમાં રામ અને સરયૂનું આગમન થયું છે. આનાથી દીપાવલીનું વાતાવરણ વધુ પાવન અને દિવ્ય બની ગયું છે.

સૂર્યકુમાર યાદવ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે, પરંતુ તેમની T20 કારકિર્દી શાનદાર રહી છે. તેમણે વર્ષ 2022 અને 2023 માં સતત ICC Men's T20 Cricketer of the Year એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત, ઓક્ટોબર 2022 માં સૂર્યા T20 રેન્કિંગમાં વિશ્વના No. 1 બેટ્સમેન બન્યા હતા. વર્ષ 2024 માં ખેલાડી તરીકે T20 World Cup ખિતાબ જીત્યો અને ત્યારબાદ વર્ષ 2026 માં પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું.