PBKS vs RCB: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ શાનદાર જીત સાથે Play-offમાં સ્થાન પાક્કુ કરી લીધુ, પંજાબ કિંગ્સનો સતત છઠ્ઠો કારમો પરાજય

બેંગ્લુરુ IPL 2026ની આ પ્રથમ એવી ટીમ બની ગઈ છે કે જેણે પ્લેઓફ માટે ક્વૉલિફાઈ કરી લીધુ છે. બેંગ્લુરુ માટે વિરાટ કોહલી અને વેન્કટેશ અય્યરે અડધી સદી ફટકારી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 17 May 2026 08:53 PM (IST)Updated: Sun, 17 May 2026 08:53 PM (IST)
pbks-vs-rcb-royal-challengers-bangalore-secure-a-place-in-the-play-offs-with-a-brilliant-win-punjab-kings-suffer-their-sixth-consecutive-defeat

PBKS vs RCB: પંજાબ કિંગ્સ સામે ધર્મશાળામાં રમાયેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 23 રનથી જીત મેળવી છે. આ સાથે જ PBKS એ પ્લેઓફ માટે સ્થાન પાક્કુ કરી લીધુ છે. બેંગ્લુરુ IPL 2026ની આ પ્રથમ એવી ટીમ બની ગઈ છે કે જેણે પ્લેઓફ માટે ક્વૉલિફાઈ કરી લીધુ છે. બેંગ્લુરુ માટે વિરાટ કોહલી અને વેન્કટેશ અય્યરે અડધી સદી ફટકારી હતી.

બેંગ્લુરુએ પહેલા બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવી 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં પંજાબની ટીમ 199 રન બનાવી શકી હતી અને તેને સતત 6 હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ માટે હવે પ્લેઓફમાં ક્વૉલિફાઈ કરવા માટે બીજી ટીમો પર આધાર રાખવો પડશે. જોકે તેણે હવે પછીની મેચ જીતવી ખૂબ જરૂરી છે.

પંજાબ કિંગ્સ સામે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની શરૂઆત સારી રહી ન હતી. બેંગ્લુરુએ 21 રનના સ્કોર પર જેકબ બેથેલની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે મોરચો સંભાળ્યો હતો. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ IPLમાં પોતાની કરિયરની 67મી અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં 58 રન બનાવ્યા હતા. પડિક્કલ અડધી સદી ચુકી ગયો હતો અને તેણે 45 રન બનાવ્યા હતા.