Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (May 08, 2026): IPL 2026 ની 50મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે નિરાશાજનક રહી, ખાસ કરીને વિરાટ કોહલી માટે. એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચાહકોને આશા હતી કે વિરાટ મોટી ઇનિંગ રમીને ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5 માં એન્ટ્રી કરશે, પરંતુ તે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો.
ઓરેન્જ કેપની વર્તમાન સ્થિતિ
આ પણ વાંચો
હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેન 11 મેચમાં 494 રન સાથે પ્રથમ સ્થાને મજબૂત પકડ ધરાવે છે. બીજા ક્રમે તેનો જ સાથી ખેલાડી અભિષેક શર્મા 475 રન સાથે છે. વિરાટ કોહલી આ મેચમાં નિષ્ફળ રહેતા 10 મેચમાં 379 રન સાથે નવમા સ્થાને જ અટવાયેલો રહ્યો છે.
બીજી તરફ, મિશેલ માર્શે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે 56 બોલમાં 111 રનની તોફાની ઇનિંગ રમીને સીધો 12મો ક્રમ હાંસલ કરી લીધો છે. માર્શના હવે 10 મેચમાં 367 રન થઈ ગયા છે, જે આગામી મેચોમાં વિરાટ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 7 Orange Cap Contenders in IPL 2026
- હેનરિક ક્લાસેન (SRH): 11 મેચ, 494 રન
- અભિષેક શર્મા (SRH): 11 મેચ, 475 રન
- કેએલ રાહુલ (DC): 10 મેચ, 445 રન
- ઈશાન કિશન (SRH): 11 મેચ, 409 રન
- વૈભવ સૂર્યવંશી (RR): 10 મેચ, 404 રન
આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List
| ખેલાડી | મેચ | ઇનિંગ્સ | રન | સરેરાશ | સ્ટ્રાઈક રેટ | ચોગ્ગા | છગ્ગા |
|---|---|---|---|---|---|---|---|
| હેનરિક ક્લાસેન | 11 | 11 | 494 | 54.89 | 157.32 | 36 | 23 |
| અભિષેક શર્મા | 11 | 11 | 475 | 47.50 | 210.18 | 43 | 36 |
| કેએલ રાહુલ | 10 | 10 | 445 | 49.44 | 180.89 | 44 | 24 |
| ઈશાન કિશન | 11 | 11 | 409 | 37.18 | 186.76 | 41 | 22 |
| વૈભવ સુર્યવંશી | 10 | 10 | 404 | 40.40 | 237.65 | 35 | 37 |
| સંજુ સેમસન | 10 | 10 | 402 | 57.43 | 167.50 | 42 | 21 |
| સાઈ સુદર્શન | 10 | 10 | 385 | 38.50 | 158.44 | 38 | 18 |
| રાયન રિકલ્ટન | 8 | 8 | 380 | 54.29 | 190.95 | 25 | 33 |
| વિરાટ કોહલી | 9 | 9 | 379 | 54.14 | 165.50 | 42 | 15 |
| શુભમન ગિલ | 9 | 9 | 378 | 42.00 | 154.92 | 35 | 17 |
