Orange Cap in IPL 2026: ઓરેન્જ કેપની રેસમાં SRH નું વર્ચસ્વ, ટોપ 5 માં 3 ખેલાડીઓ સામેલ

આ મેચમાં 32 બોલમાં 55 રન ફટકારનાર ઈશાન કિશન હવે સીધો ટોપ 10 ની બહારથી ચોથા સ્થાને પહોંચી ગયો છે, તેણે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 07 May 2026 09:52 AM (IST)Updated: Thu, 07 May 2026 09:52 AM (IST)
orange-cap-ipl-2026-updated-may-07-most-runs-winners-list-kl-rahul-abhishek-sharma-heinrich-klaasen-after-srh-vs-pbks-match

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (May 07, 2026): IPL 2026 ની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ શાનદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સ (PBKS) ને 33 રને પરાજય આપ્યો છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 235/4 નો જંગી સ્કોર ઉભો કર્યો હતો, જેની સામે પંજાબની ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 202 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, સાથોસાથ 'ઓરેન્જ કેપ'ની રેસમાં પણ SRH ના ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે.

હેનરિક ક્લાસેને મેળવી ઓરેન્જ કેપ

સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેને પંજાબ સામે 43 બોલમાં 69 રન (3 ચોગ્ગા, 4 છગ્ગા) ની ઇનિંગ રમીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. ક્લાસેન હવે 11 મેચમાં 54.88 ની સરેરાશથી 494 રન સાથે પ્રથમ ક્રમે છે. બીજી તરફ, પંજાબના કૂપર કોનોલીની સદી (59 બોલમાં અણનમ 107 રન) એળે ગઈ હતી અને તેની ટીમને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 7 Orange Cap Contenders in IPL 2026

  • હેનરિક ક્લાસેન (SRH): 11 મેચ, 494 રન
  • અભિષેક શર્મા (SRH): 11 મેચ, 475 રન
  • કેએલ રાહુલ (DC): 10 મેચ, 445 રન
  • ઈશાન કિશન (SRH): 11 મેચ, 409 રન
  • વૈભવ સૂર્યવંશી (RR): 10 મેચ, 404 રન

SRH ના યુવા ઓપનર અભિષેક શર્માએ માત્ર 13 બોલમાં 35 રન ફટકારીને થોડાક સમય માટે કેએલ રાહુલ પાસેથી ઓરેન્જ કેપ છીનવી હતી, પરંતુ ક્લાસેનની શાનદાર બેટિંગ બાદ તે બીજા સ્થાને સરકી ગયો છે. દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલ હવે ત્રીજા સ્થાને છે.

ઈશાન કિશનની લાંબી છલાંગ, કોહલીની પીછેહઠ

આ મેચમાં 32 બોલમાં 55 રન ફટકારનાર ઈશાન કિશન હવે સીધો ટોપ 10 ની બહારથી ચોથા સ્થાને પહોંચી ગયો છે, તેણે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે.

બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે આ રેન્કિંગ નિરાશાજનક રહ્યું છે, જે એક સ્થાન નીચે ઉતરીને 9મા ક્રમે પહોંચી ગયો છે. કોહલીએ 9 મેચમાં 379 રન બનાવ્યા છે. જોકે, ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં તેની પાસે ફરી ઉપર આવવાની તક રહેશે. પંજાબનો પ્રભસિમરન સિંહ 10 મેચમાં 364 રન સાથે હવે ટોપ 10 ની બહાર એટલે કે 11મા ક્રમે ફેંકાઈ ગયો છે.

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List

ખેલાડી મેચ ઇનિંગ્સ રન સરેરાશ સ્ટ્રાઈક રેટ ચોગ્ગા છગ્ગા
હેનરિક ક્લાસેન 11 11 494 54.89 157.32 36 23
અભિષેક શર્મા 11 11 475 47.50 210.18 43 36
કેએલ રાહુલ 10 10 445 49.44 180.89 44 24
ઈશાન કિશન 11 11 409 37.18 186.76 41 22
વૈભવ સુર્યવંશી 10 10 404 40.40 237.65 35 37
સંજુ સેમસન 10 10 402 57.43 167.50 42 21
સાઈ સુદર્શન 10 10 385 38.50 158.44 38 18
રાયન રિકલ્ટન 8 8 380 54.29 190.95 25 33
વિરાટ કોહલી 9 9 379 54.14 165.50 42 15
શુભમન ગિલ 9 9 378 42.00 154.92 35 17