Orange Cap in IPL 2026: કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગ, રાજસ્થાન સામે દિલ્હીનો વિજય અને ઓરેન્જ કેપ પર જમાવ્યો કબજો

Orange Cap in IPL 2026: આઈપીએલ 2026 માં દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સેમેન કેએલ રાહુલે શાનદાર ફોર્મ જાળવી રાખતા ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 02 May 2026 10:46 AM (IST)Updated: Sat, 02 May 2026 10:46 AM (IST)
orange-cap-ipl-2026-updated-may-02-most-runs-winners-list-kl-rahul-abhishek-sharma-heinrich-klaasen-after-rr-vs-dc-match

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (May 02, 2026): આઈપીએલ 2026 માં દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સેમેન કેએલ રાહુલે શાનદાર ફોર્મ જાળવી રાખતા ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. શુક્રવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. આ જીતના મુખ્ય હીરો કેએલ રાહુલ રહ્યા હતા, જેમણે 75 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

રાહુલનું શાનદાર ફોર્મ અને દિલ્હીની જીત

સીઝનની શરૂઆતમાં કેટલીક મેચોમાં સાધારણ પ્રદર્શન બાદ, કેએલ રાહુલ હવે પોતાના જૂના અંદાજમાં પરત ફર્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે 226 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ માટે રાહુલે માત્ર 40 બોલમાં 75 રન ફટકારીને પાયો નાખ્યો હતો. તેની આ ઇનિંગના જોરે દિલ્હીએ સફળતાપૂર્વક લક્ષ્ય હાંસલ કર્યું હતું.

ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર

આ ઇનિંગ સાથે કેએલ રાહુલ આઈપીએલ 2026માં ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર પહોંચી ગયો છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં તેણે કુલ 433 રન બનાવ્યા છે, જેમાં તેનો સરેરાશ 54.12 અને સ્ટ્રાઇક રેટ 185.83 રહ્યો છે. તેની આ ઉત્તમ પ્રદર્શન દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી નોંધાવી છે.

કેએલ રાહુલની ઐતિહાસિક સિદ્ધિ

ચાલુ સીઝનમાં પંજાબ કિંગ્સ સામે રાહુલે રમેલી 67 બોલમાં અણનમ 152 રનની ઇનિંગ આઈપીએલના ઇતિહાસમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. આ રેકોર્ડ બ્રેક પ્રદર્શનને કારણે તે હાલમાં આઈપીએલ 2026 નો સૌથી ભયાનક બેટ્સમેન સાબિત થઈ રહ્યો છે.

ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 5 Orange Cap Contenders in IPL 2026

  • કેએલ રાહુલ (DC): 9 મેચ, 433 રન
  • અભિષેક શર્મા (SRH): 9 મેચ, 425 રન
  • હેનરિક ક્લાસેન (SRH): 9 મેચ, 414 રન
  • વૈભવ સૂર્યવંશી (RR): 10 મેચ, 404 રન
  • વિરાટ કોહલી (RCB): 9 મેચ, 379 રન

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List

ખેલાડી મેચ ઇનિંગ્સ રન સરેરાશ સ્ટ્રાઈક રેટ ચોગ્ગા છગ્ગા
કેએલ રાહુલ 9 9 433 54.12 185.84 42 24
અભિષેક શર્મા 9 9 425 53.12 209.36 40 31
હેનરિક ક્લાસેન 9 9 414 59.14 157.41 32 18
વૈભવ સુર્યવંશી 10 10 404 40.40 237.65 35 37
વિરાટ કોહલી 9 9 379 54.14 165.50 42 15
શુભમન ગિલ 8 8 373 46.62 155.42 34 17
પ્રભસિમરન સિંહ 8 7 346 57.67 179.27 37 17
સાઈ સુદર્શન 9 9 328 36.44 162.38 33 17
ઈશાન કિશન 9 9 312 34.67 197.47 35 16
યશસ્વી જયસવાલ 10 10 312 39.00 159.18 36 14