Orange Cap in IPL 2026: અભિષેક શર્માએ મેળવી ઓરેન્જ કેપ, વૈભવ સૂર્યવંશી ત્રીજા સ્થાને સરક્યો

Orange Cap in IPL 2026: આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી 41મી મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 30 Apr 2026 10:07 AM (IST)Updated: Thu, 30 Apr 2026 10:07 AM (IST)
orange-cap-ipl-2026-updated-april-30-most-runs-winners-list-vaibhav-sooryavanshi-abhishek-sharma-heinrich-klaasen-after-mi-vs-srh-match

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (April 30, 2026): IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી 41મી મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પાસે રહેલી ઓરેન્જ કેપ હવે હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માના નામે થઈ ગઈ છે.

Orange Cap in IPL 2026: અભિષેક શર્માની આગેકૂચ

મુંબઈ સામેની મેચ પહેલા અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી કરતા 20 રન પાછળ હતો. જોકે, શાનદાર પ્રદર્શન બાદ તે હવે સૂર્યવંશીથી 25 રન આગળ નીકળીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં અભિષેક શર્માએ કુલ 425 રન બનાવીને ઓરેન્જ કેપ પર પોતાનો કબજો જમાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બે ખેલાડીઓ હાલમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોચના બે સ્થાનો પર બિરાજમાન છે.

ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 5 Orange Cap Contenders in IPL 2026

  • અભિષેક શર્મા (SRH): 9 મેચ, 425 રન
  • હેનરિક ક્લાસેન (SRH): 9 મેચ, 414 રન
  • વૈભવ સૂર્યવંશી (RR): 9 મેચ, 400 રન
  • કેએલ રાહુલ (DC): 8 મેચ, 358 રન
  • વિરાટ કોહલી (RCB): 8 મેચ, 351 રન

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List

ખેલાડી મેચ ઇનિંગ્સ રન એવરેજ સ્ટ્રાઈક રેટ ચોગ્ગા છગ્ગા
અભિષેક શર્મા 9 9 425 53.12 209.36 40 31
હેનરિક ક્લાસેન 9 9 414 59.14 157.41 32 18
વૈભવ સુર્યવંશી 9 9 400 44.44 238.10 34 37
કેએલ રાહુલ 8 8 358 51.14 185.49 36 19
વિરાટ કોહલી 8 8 351 58.50 162.50 37 14
પ્રભસિમરન સિંહ 8 7 346 57.67 179.27 37 17
શુભમન ગિલ 7 7 330 47.14 148.65 30 14
સાઈ સુદર્શન 8 8 322 40.25 163.45 32 17
ઈશાન કિશન 9 9 312 34.67 197.47 35 16
શ્રેયસ અય્યર 8 7 309 61.80 174.58 18 22

IPL Points Table 2026 (Updated April 30, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026

ક્રમ ટીમ મેચ જીત હાર પરિણામ નહીં પોઇન્ટ્સ નેટ રન રેટ
1 PBKS 8 6 1 1 13 +1.043
2 RCB 8 6 2 0 12 +1.919
3 SRH 9 6 3 0 12 +0.832
4 RR 9 6 3 0 12 +0.617
5 GT 8 4 4 0 8 -0.475
6 CSK 8 3 5 0 6 -0.121
7 DC 8 3 5 0 6 -1.060
8 KKR 8 2 5 1 5 -0.751
9 MI 8 2 6 0 4 -0.784
10 LSG 8 2 6 0 4 -1.106