Orange Cap in IPL 2026: 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ; અભિષેક શર્માને પછાડી 'ઓરેન્જ કેપ' પર કર્યો કબજો

Orange Cap in IPL 2026: વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરતા 9 મેચોમાં 400 રનનો આંકડો પાર કરી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 29 Apr 2026 11:13 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:13 AM (IST)
orange-cap-ipl-2026-updated-april-29-most-runs-winners-list-vaibhav-sooryavanshi-abhishek-sharma-kl-rahul-after-pbks-vs-rr-match

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (April 29, 2026): ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રમાઈ રહેલી મેચોમાં યુવા ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી 40મી મેચમાં રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે સૂર્યવંશીએ અભિષેક શર્મા પાસેથી 'ઓરેન્જ કેપ' છીનવી લીધી છે અને આ સીઝનમાં 400 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

Orange Cap in IPL 2026: રોમાંચક જીત અને સૂર્યવંશીનું તોફાન

આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ દ્વારા આપવામાં આવેલા 223 રનના વિશાળ લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. રાજસ્થાને 4 બોલ બાકી રહેતા 6 વિકેટે વિજય મેળવીને પંજાબને સીઝનની પ્રથમ હારનો સ્વાદ ચખાડ્યો હતો. રાજસ્થાનની જીતમાં વૈભવ સૂર્યવંશીએ પાયો નાખ્યો હતો, જેણે માત્ર 16 બોલમાં 3 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી 43 રન ફટકાર્યા હતા. જોકે તે પોતાની હાફ સેન્ચુરીથી થોડો જ દૂર રહ્યો હતો, પરંતુ આ ઇનિંગ તેને ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર લઈ ગઈ છે.

Orange Cap in IPL 2026: 400 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી

વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરતા 9 મેચોમાં 400 રનનો આંકડો પાર કરી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તેણે 50.00 ની સરેરાશ અને 239.52ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. આ ઉપરાંત, પંજાબ સામેની મેચમાં હાફ સેન્ચુરી ફટકારનાર યશસ્વી જયસ્વાલ પણ આ યાદીમાં 11મા ક્રમે પહોંચ્યો છે. તેણે 9 મેચમાં 43.71 ની સરેરાશથી 306 રન નોંધાવ્યા છે.

ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 5 Orange Cap Contenders in IPL 2026

  • વૈભવ સૂર્યવંશી (RR): 9 મેચ, 400 રન
  • અભિષેક શર્મા (SRH): 8 મેચ, 380 રન
  • કેએલ રાહુલ (DC): 8 મેચ, 358 રન
  • વિરાટ કોહલી (RCB): 8 મેચ, 351 રન
  • હેનરિક ક્લાસેન (SRH): 8 મેચ, 349 રન

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List

ખેલાડી મેચ ઇનિંગ્સ રન એવરેજ સ્ટ્રાઈક રેટ ચોગ્ગા છગ્ગા
વૈભવ સુર્યવંશી 9 9 400 44.44 238.10 34 37
અભિષેક શર્મા 8 8 380 54.29 212.29 36 28
કેએલ રાહુલ 8 8 358 51.14 185.49 36 19
વિરાટ કોહલી 8 8 351 58.50 162.50 37 14
હેનરિક ક્લાસેન 8 8 349 49.86 149.79 25 14
પ્રભસિમરન સિંહ 8 7 346 57.67 179.27 37 17
શુભમન ગિલ 7 7 330 47.14 148.65 30 14
સાઈ સુદર્શન 8 8 322 40.25 163.45 32 17
ઈશાન કિશન 8 8 312 39.00 198.73 35 16
શ્રેયસ અય્યર 8 7 309 61.80 174.58 18 22

IPL Points Table 2026 (Updated April 29, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026

ક્રમ ટીમ મેચ જીત હાર પરિણામ નહીં પોઇન્ટ્સ નેટ રન રેટ
1 PBKS 8 6 1 1 13 +1.043
2 RCB 8 6 2 0 12 +1.919
3 RR 9 6 3 0 12 +0.617
4 SRH 8 5 3 0 10 +0.815
5 GT 8 4 4 0 8 -0.475
6 CSK 8 3 5 0 6 -0.121
7 DC 8 3 5 0 6 -1.060
8 KKR 8 2 5 1 5 -0.751
9 MI 7 2 5 0 4 -0.736
10 LSG 8 2 6 0 4 -1.106