Orange Cap in IPL 2026: DC vs RCB મેચ પછી ઓરેન્જ કેપ કોની પાસે છે? ટોપ-5માં છે આ બેટ્સમેન

RCB અને દિલ્હી વચ્ચેની મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા હાલમાં ટોચના સ્થાને છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 28 Apr 2026 09:10 AM (IST)Updated: Tue, 28 Apr 2026 09:10 AM (IST)
orange-cap-ipl-2026-updated-april-28-most-runs-winners-list-abhishek-sharma-kl-rahul-vaibhav-sooryavanshi-after-dc-vs-rcb-match

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (April 28, 2026): ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં સોમવાર, 27 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને 9 વિકેટે હરાવીને એકતરફી વિજય મેળવ્યો છે. આ જીત બાદ પોઈન્ટ ટેબલની સાથે ઓરેન્જ કેપના લીડરબોર્ડમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે.

Orange Cap in IPL 2026: અભિષેક શર્માનું વર્ચસ્વ, વિરાટ કોહલી ટોપ-5માં

RCB અને દિલ્હી વચ્ચેની મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા હાલમાં ટોચના સ્થાને છે. આ મેચમાં અણનમ 23 રન બનાવનાર વિરાટ કોહલી હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે.

ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 5 Orange Cap Contenders in IPL 2026

  • અભિષેક શર્મા (SRH): 8 મેચ, 380 રન
  • કેએલ રાહુલ (DC): 8 મેચ, 358 રન
  • વૈભવ સૂર્યવંશી (RR): 8 મેચ, 357 રન
  • વિરાટ કોહલી (RCB): 8 મેચ, 351 રન
  • હેનરિક ક્લાસેન (SRH): 8 મેચ, 349 રન

ઉલ્લેખનીય છે કે, આ મેચ બાદ શુભમન ગિલ ટોપ-5ની યાદીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે હેનરિક ક્લાસેન પાંચમા સ્થાને સરકી ગયો છે.

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List

ખેલાડી મેચ ઇનિંગ્સ રન સરેરાશ સ્ટ્રાઈક રેટ ચોગ્ગા છગ્ગા
અભિષેક શર્મા 8 8 380 54.29 212.29 36 28
કેએલ રાહુલ 8 8 358 51.14 185.49 36 19
વૈભવ સુર્યવંશી 8 8 357 44.62 234.87 31 32
વિરાટ કોહલી 8 8 351 58.50 162.50 37 14
હેનરિક ક્લાસેન 8 8 349 49.86 149.79 25 14
શુભમન ગિલ 7 7 330 47.14 148.65 30 14
સાઈ સુદર્શન 8 8 322 40.25 163.45 32 17
ઈશાન કિશન 8 8 312 39.00 198.73 35 16
સંજુ સેમસન 8 8 304 50.67 169.83 33 15
પ્રભસિમરન સિંહ 7 6 287 57.40 192.62 31 16

IPL Points Table 2026 (Updated April 28, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026

આ જીત સાથે RCB 8 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને ટેબલ-ટોપર પંજાબ કિંગ્સ (13 પોઈન્ટ) થી માત્ર 1 પોઈન્ટ પાછળ છે. દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને ફેંકાઈ ગયું છે.

ક્રમ ટીમ મેચ જીત હાર પરિણામ નહીં પોઇન્ટ્સ નેટ રન રેટ
1 PBKS 7 6 0 1 13 +1.333
2 RCB 8 6 2 0 12 +1.919
3 SRH 8 5 3 0 10 +0.815
4 RR 8 5 3 0 10 +0.602
5 GT 8 4 4 0 8 -0.475
6 CSK 8 3 5 0 6 -0.121
7 DC 8 3 5 0 6 -1.060
8 KKR 8 2 5 1 5 -0.751
9 MI 7 2 5 0 4 -0.736
10 LSG 8 2 6 0 4 -1.106