Orange Cap in IPL 2026: ઓરેન્જ કેપની રેસમાં મોટો ફેરફાર, વિરાટ કોહલી ટોપ 5માંથી બહાર; અભિષેક શર્મા હજુ પણ નંબર 1 પર યથાવત

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026): IPL 2026 માં રવિવારે રમાયેલી બે હાઈ-વોલ્ટેજ મેચો બાદ ઓરેન્જ કેપના ટેબલમાં મહત્વના ફેરફારો જોવા મળ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 27 Apr 2026 10:54 AM (IST)Updated: Mon, 27 Apr 2026 10:56 AM (IST)
orange-cap-ipl-2026-updated-april-27-most-runs-winners-list-abhishek-sharma-kl-rahul-vaibhav-sooryavanshi-after-lsg-vs-kkr-match

Orange Cap in IPL 2026 (ઓરેન્જ કેપ આઈપીએલ 2026), IPL 2026 Orange Cap Winners List (April 27, 2026): IPL 2026 માં રવિવારે રમાયેલી બે હાઈ-વોલ્ટેજ મેચો બાદ ઓરેન્જ કેપના ટેબલમાં મહત્વના ફેરફારો જોવા મળ્યા છે. રવિવારે રમાયેલી પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આમને-સામને હતા, જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામ્યો હતો. આ મેચોના પરિણામ બાદ રન મશીન ગણાતા વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે.

Orange Cap in IPL 2026: શુભમન ગિલની ટોપ 5માં એન્ટ્રી, કોહલી આઉટ

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ પ્રદર્શનના જોરે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પછાડીને ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5માં સ્થાન મેળવી લીધું છે. વિરાટ કોહલી અત્યારે 328 રન સાથે છઠ્ઠા સ્થાને ધકેલાયો છે, જ્યારે ગિલ હવે 330 રન સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

ઓરેન્જ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ | Top 5 Orange Cap Contenders in IPL 2026

  • અભિષેક શર્મા (SRH): 380 રન
  • કેએલ રાહુલ (DC): 357 રન
  • વૈભવ સૂર્યવંશી (RR): 357 રન
  • હેનરિક ક્લાસેન (SRH) :349 રન
  • શુભમન ગિલ (GT) : 330 રન

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ | IPL 2026 Orange Cap List

ખેલાડી મેચ ઇનિંગ્સ રન સરેરાશ સ્ટ્રાઈક રેટ ચોગ્ગા છગ્ગા
અભિષેક શર્મા 8 8 380 54.29 212.29 36 28
કેએલ રાહુલ 7 7 357 59.50 187.89 36 19
વૈભવ સુર્યવંશી 8 8 357 44.62 234.87 31 32
હેનરિક ક્લાસેન 8 8 349 49.86 149.79 25 14
શુભમન ગિલ 7 7 330 47.14 148.65 30 14
વિરાટ કોહલી 7 7 328 54.67 163.18 36 12
સાઈ સુદર્શન 8 8 322 40.25 163.45 32 17
ઈશાન કિશન 8 8 312 39.00 198.73 35 16
સંજુ સેમસન 8 8 304 50.67 169.83 33 15
પ્રભસિમરન સિંહ 7 6 287 57.40 192.62 31 16

IPL Points Table 2026 (Updated April 27, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026

ક્રમ ટીમ મેચ જીત હાર પરિણામ નહીં પોઇન્ટ્સ નેટ રન રેટ
1 PBKS 7 6 0 1 13 +1.333
2 RCB 7 5 2 0 10 +1.101
3 SRH 8 5 3 0 10 +0.815
4 RR 8 5 3 0 10 +0.602
5 GT 8 4 4 0 8 -0.475
6 CSK 8 3 5 0 6 -0.121
7 DC 7 3 4 0 6 -0.184
8 KKR 8 2 5 1 5 -0.751
9 MI 7 2 5 0 4 -0.736
10 LSG 8 2 6 0 4 -1.106