Nitish Kumar Reddy SMAT 2025: ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની બોલિંગથી તરખાટ મચાવી દીધો હતો. આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા બોલરે મધ્યપ્રદેશ સામે હેટ્રિક લીધી હતી.
પુણેમાં રમાયેલી સુપર લીગ ગ્રુપ A મેચમાં, રેડ્ડીએ ઇનિંગની ત્રીજી ઓવરના છેલ્લા ત્રણ બોલ પર વિકેટ લઈને પોતાની હેટ્રિક પૂર્ણ કરી. રેડ્ડીએ હર્ષ ગવળી, હરપ્રીત સિંહ અને મધ્યપ્રદેશ અને આરસીબીના કેપ્ટન રજત પાટીદારને આઉટ કર્યા.
મધ્યપ્રદેશની ઇનિંગના ત્રીજા ઓવરના ચોથા બોલ પર નીતિશ કુમાર રેડ્ડીએ હર્ષ ગવળી (5) ને ક્લીન બોલ્ડ કર્યો. રેડ્ડીએ બીજા બોલ પર હરપ્રીત સિંહને આંધ્રપ્રદેશના કેપ્ટન રિકી ભુઇના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ રેડ્ડીએ ઓવરના છેલ્લા બોલ પર રજત પાટીદારને ક્લીન બોલ્ડ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી.
આંધ્રપ્રદેશ મેચ હારી ગયું
નીતિશ કુમાર રેડ્ડીની હેટ્રિકથી મધ્યપ્રદેશ દબાણમાં આવી ગયું હતું, પરંતુ વેંકટેશ ઐયર (22), ઋષભ ચૌહાણ (47) અને રાહુલ બોથમ (35*) ની ઇનિંગ્સની મદદથી તેઓએ આંધ્રપ્રદેશને ચાર વિકેટથી હરાવ્યું.
આંધ્રપ્રદેશે પ્રથમ બેટિંગ કરતા 19.1 ઓવરમાં 112 રનમાં ઓલઆઉટ થઈ ગયું. નીતિશ કુમાર રેડ્ડીએ 27 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા. મધ્યપ્રદેશ તરફથી મિસ્ટ્રી સ્પિનર શિવમ શુક્લાએ 23 રનમાં ચાર વિકેટ લીધી.
જવાબમાં, મધ્યપ્રદેશે 17.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. મધ્યપ્રદેશે ૧૫ બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી. આ જીત સાથે મધ્યપ્રદેશે 4 પોઈન્ટ મેળવ્યા છે.
