IPL 2023ની બીજી ક્વોલિફાયરમાં મુંબઈનો 62 રને પરાજય થયો હતો. ગુજરાતના બેટ્સમેન પછી બોલરોના સારા પ્રદર્શનથી ગુજરાત આખરે ફાઈનલમાં પહોંચી ગઈ છે. રવિવારે ચેન્નઈ સામે રમશે. હાર પછી મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે ક્યાં ભૂલો થઈ.
રોહિત શર્માએ શું કહ્યું?
હાર પછી રોહિતના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જણાતી હતી. રોહિતે કહ્યું હતું કે આ એક મોટો ટાર્ગેટ હતો. શુભમન ગિલે સારી બેટિંગ કરી હતી. વિકેટ પણ સારી હતી. ગુજરાતની ટીમે 25 રન વધારે બનાવ્યા હતા. અમારા બેટ્સમેનો ભાગીદારી ન કરી શક્યા. ગ્રિન અને સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી પરંતુ તેઓ મેચ ફિનિશ ન કરી શક્યા. પાવરપ્લેમાં વિકેટો ગુમાવવાથી અમને ટાર્ગેટ ચેઝ કરવામાં જે ઝડપ જોઈતી હતી તે ન મળી.
રોહિતે વધારે જણાવ્યું હતું કે આ સિઝનમાં અમારી બેટિંગ સારી હતી. અમારે પણ શુભમન ગિલની જેમ છેલ્લે સુધી રમે તેવા બેટ્સમેનની જરૂર હતી. છતા ત્રણ નંબર પર રહેવું અમારા માટે સારી વાત છે. ગિલ સારા ફોર્મમાં છે અને મને આશા છે કે તે આ ફોર્મ જાળવી રાખશે.
mumbai indians , gujarat titans ,Rohit Sharma , ipl 2023ટોસ જીતીને બોલિંગ લેવી મુંબઈને મોંઘી પડી હતી. કારણ કે પ્રથમ બેટિંગ કરતા ગુજરાતના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. ગુજરાતે 3 વિકેટના નુકસાને 233 રન કર્યા હતા. જેમાં શુભમન ગિલે 129 રન કર્યા હતા. સાઈ સુદર્શને 43 રન કર્યા હતા. જવાબમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. 18.2 ઓવરમાં 171 રન પર મુંબઈ ઓલ આઉટ થઈ ગયું હતું. 62 રને ગુજરાતની જીત થઈ હતી.