Ashwani Kumar IPL: અશ્વની કુમારે ડ્રીમ ડેબ્યુ પછી ગામલોકોને આપ્યો ખાસ સંદેશ, જુઓ શું કહ્યું

અશ્વની કુમારે તેની IPL ડેબ્યુ મેચમાં શાનદાર બોલિંગ કરીને બધાને દિવાના બનાવી દીધા છે. MI તરફથી રમતા KKR સામે રમાયેલી મેચમાં 4 વિકેટ લઈને હલચલ મચાવી દીધી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 01 Apr 2025 12:33 PM (IST)Updated: Tue, 01 Apr 2025 12:33 PM (IST)
mi-vs-kkr-after-his-dream-debut-ashwani-kumar-gave-a-special-message-to-his-villagers

Ashwani Kumar IPL Debut: MI Vs KKR IPL મેચ મોહાલીના અશ્વની કુમાર KKR સામે રમાયેલી મેચમાં પ્રથમ બોલ પર કેપ્ટન અજિંક્ય રહાણેને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લેનારો મુંબઈનો ચોથો બોલર બન્યો હતો. મેચમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈએ સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી.

શાનદાર પ્રદર્શનના આધારે મુંબઈએ KKRને 8 વિકેટથી હરાવ્યું અને સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. આ મેચમાં મુંબઈની બોલિંગ અને બેટિંગ બંને શાનદાર રહી હતી. મેચમાં 4 વિકેટ લીધા બાદ અશ્વિનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો જાણીએ આ દરમિયાન તેમણે શું કહ્યું.

અશ્વની કુમાર બન્યો પ્લેયર ઓફ ધ મેચ

અશ્વિની પહેલા મુંબઈ તરફથી અલી મોર્તઝા, અલ્ઝારી જોસેફ અને ડેવલ્ડ બ્રેવિસે ડેબ્યૂ મેચના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. રહાણે ઉપરાંત અશ્વિનીએ રિંકુ સિંહ, મનીષ પંજે અને આન્દ્રે રસેલને મેચમાં પોતાનો શિકાર બનાવ્યો હતો. અશ્વિનીના શાનદાર પ્રદર્શનના કારણે KKRની ટીમ માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

જવાબમાં મુંબઈની ટીમે 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા અને મુંબઈની ટીમે 8 વિકેટે મેચ જીતી લીધી હતી. મેચમાં તેના શાનદાર પ્રદર્શન બાદ અશ્વિનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન તેમણે કહ્યું કે, આ તક મેળવવી અને મેન ઓફ ધ મેચ મેળવવો એ મારા માટે મોટી વાત છે. મારું વતન મોહાલી જિલ્લામાં છે. ખૂબ મહેનત કરી છે અને ભગવાનની કૃપાથી હું અહીં છું. હું આત્મવિશ્વાસથી ભરેલો હતો પરંતુ તેમ છતાં રમત પહેલા હંમેશા નર્વસનેસ રહે છે. મને જે પણ તકો મળશે, હું મારા દેશના લોકોને ગૌરવ અપાવીશ.

અશ્વિની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો

અશ્વિનીનો જન્મ મોહાલી પાસેના ઝાંઝેરી ગામમાં થયો હતો. IPL 2025 ની હરાજીમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે તેની મૂળ કિંમત એટલે કે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં તે પંજાબ કિંગ્સ સાથે હતો પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો.