T20 World Cup 2026 Team India: અજીત અગરકર(Ajit Agarkar)ના વડપણ હેઠળની સિનિયર સિલેક્શન કમિટીએ T20 World Cup-2026ને લઈ બે મહત્વના નિર્ણય કર્યાં છે. એક નિર્ણય શુભમન ગિલને બહાર(Shubman Gill dropped T20 World Cup Squad) કરવાનો અને બીજો નિર્ણય જિતેશ શર્મા(Jitesh Sharma)ને ટીમમાંથી કાઢવાનો.
ગિલનું ટીમમાંથી બહાર જવું એ તેના ખરાબ ફોર્મને લીધે સમજી શકાય છે. પણ જિતેશને બહાર કરવાને લઈ અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
જિતેશ ટીમમાં બીજા વિકેટકિપર તરીકે આવ્યા હતા, જોકે દક્ષિણ આફ્રિકા સિરીઝમાં પ્રથમ પસંદગી હતા. તેઓ ટીમમાં ફિનિશરની ભૂમિકા માટે પણ હતા. આ બે કારણોને લીધે પસંદગી સમિતિએ ઈશાન કિશન તથા રિંકુ સિંહાને પસંદ કર્યાં અને આ કારણે જિતેશને બહાર જવું પડ્યું. તેમ છતાં સિલેક્શન કમિટીનો નિર્ણય અનેક પ્રશ્નોના ઘેરાવામાં છે.
અજિત અગરકરે આ જવાબ આપ્યો
જ્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને ગિલ અને જીતેશને બાદ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે ટીમ કોમ્બિનેશન પર આધારિત છે. તેમણે કહ્યું કે આ ટીમ કોમ્બિનેશનની વાત છે જેની સાથે આપણે રમવા માંગીએ છીએ અથવા ટીમ મેનેજમેન્ટ કોનાથી આરામદાયક છે.
તેમનો વિચાર હતો કે ટોપ ઓર્ડરમાં કોણ બેટિંગ કરશે? અભિષેકે શાનદાર કામ કર્યું છે. અમને લાગે છે કે આ સમયે વિકેટકીપરની જરૂર છે કારણ કે તે અમારી સ્થિતિ મજબૂત કરશે. અમે ફક્ત 15 ખેલાડીઓ પસંદ કરી શક્યા તેથી કોઈને છોડી દેવા પડ્યા. એવું નથી કે તેઓએ કંઈ ખોટું કર્યું. તે ટીમ કોમ્બિનેશનને કારણે છે.
વાત આ પ્રમાણે છે
ગિલ ટીમમાંથી બહાર થતાં ટીમની ઓપનિંગ જોડી તૈયાર થઈ ગઈ છે: અભિષેક અને સંજુ સેમસન. ટીમને બેકઅપ ઓપનરની જરૂર હતી. યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશન ઉપલબ્ધ હતા. ઇશાને તાજેતરના T20માં સારું પ્રદર્શન કર્યું છે. હવે ટીમ મેનેજમેન્ટ કહે છે કે તેમને ટોચના ક્રમમાં વિકેટકીપરની જરૂર છે, તેથી ઇશાન મેદાનમાં ઉતર્યો છે.તેનાથી સંજુનું બીજું વિકેટકીપર સ્થાન બાકી છે.
જીતેશને ફિનિશર તરીકે પણ રમી શકાય છે, જેમ કે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી T20 મેચમાં થયું હતું. જોકે રિંકુ સિંહ ફિનિશર તરીકે જીતેશ કરતાં વધુ સારો વિકલ્પ છે. જો ટીમને ફિનિશરની જરૂર હોય તો તે રિંકુ હશે અને જો બેકઅપ ઓપનર અથવા વિકેટકીપરની જરૂર હોય તો તે ઇશાન હશે.
