Jasprit Bumrah Anger Video: જસપ્રીત બુમરાહને એક પણ વિકેટ ન મળી તો મેદાન પર ગુસ્સેથી કાળઝાળ થઈ ગયો,આપી આ વિચિત્ર પ્રતિક્રિયા, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સના આ ખરાબ પ્રદર્શનની પાછળ સૌથી મોટું કારણ મેચ વિનર બોલર જસપ્રીત બુમરાહનું ખૂબ જ ખરાબ ફોર્મ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 18 Apr 2026 06:08 PM (IST)Updated: Sat, 18 Apr 2026 06:08 PM (IST)
jasprit-bumrah-loses-cool-and-throwing-run-up-marker-in-anger-video-goes-viral

Jasprit Bumrah Anger Video:હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ સતત ત્રીજી IPL સિઝન રમી રહેલ 5 વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં 19મી સિઝન કોઈ ખરાબ સપનુ સાબિત થયું છે. પાંચ મેચ રમ્યા બાદ તે ફક્ત એક જ મેચમાં જીત મેળવી શકી છે. જ્યરે તેને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના આ ખરાબ પ્રદર્શનની પાછળ સૌથી મોટું કારણ મેચ વિનર બોલર જસપ્રીત બુમરાહનું ખૂબ જ ખરાબ ફોર્મ છે.

જેને છેલ્લી પાંચ મેચ રમ્યા બાદ પણ એક પણ વિકેટ મળી નથી. દરમિયાન સોશિયલ મીડિયા પર બુમરાહનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગુસ્સાથી કાળઝાળ દેખાય છે.

બુમરાહ ગુસ્સો રોકી શક્યો નહીં
મુંબઈ ઈન્ડિયન્સે 12 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ સામે મેચ રમ્યો હતો. જેમાં તેને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. પણ એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે એક ઓવરમાં તેને ઘણા રન આપ્યા તો તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને વિકેટ નહીં મળતા તે ખૂબ જ ગુસ્સે ભરાઈને મેદાન પર જ વિચિત્ર પ્રતિક્રિયા આપવા લાગ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે 9મા ક્રમે છે
IPL 2026 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી પાંચ મેચ રમ્યા બાદ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે, જેમાં સતત ચાર મેચ હારી છે અને ફક્ત બે પોઈન્ટ છે. તેથી જો મુંબઈ ઈન્ડિયન્સે ટોચના ચારમાં સ્થાન મેળવવું હોય તો આ સીઝનમાં તેમની બાકીની મેચો તેમના માટે મહત્વપૂર્ણ રહેશે.