IPL 2026: પ્લેઓફનું રસાકસીભર્યું ગણિત: 60 મેચો બાદ પોઈન્ટ ટેબલમાં ઉલટફેર, જાણો કઈ ટીમો રેસમાં આગળ અને કોણ ફેંકાયું બહાર?

IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. 60મી મેચ (KKR vs GT) બાદ પોઈન્ટ ટેબલના સમીકરણો બદલાયા છે, તો બીજી તરફ ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં પણ નવા ચહેરાઓ મોખરે આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 17 May 2026 09:53 AM (IST)Updated: Sun, 17 May 2026 09:53 AM (IST)
ipl-2026-updated-points-table-may-17-2026-who-holds-orange-cap-and-purple-cap-after-kolkata-knight-riders-vs-gujarat-titans

IPL 2026 Points Table, Orange Cap & Purple Cap (May 17, 2026): IPL 2026 અત્યારે અત્યંત રોમાંચક મોડ પર છે. પોઈન્ટ ટેબલમાં RCB અને GT વચ્ચે નંબર-1 માટે લડાઈ છે, જ્યારે વ્યક્તિગત પ્રદર્શનમાં પણ ગુજરાતના ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાં આગળ છે. આગામી મેચો નક્કી કરશે કે કઈ ચાર ટીમો પ્લેઓફની ટિકિટ મેળવશે અને કયો ખેલાડી કેપ જીતીને ઇતિહાસ રચશે.

1) પોઈન્ટ ટેબલ: RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટોપ પર રહેવા જંગ

60 મેચોના અંતે પોઈન્ટ ટેબલની સ્થિતિ જોતા પ્લેઓફની રેસ અત્યંત રસપ્રદ બની છે:

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): 12 મેચમાં 8 જીત અને 1.053 ના શાનદાર નેટ રન રેટ સાથે RCB 16 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે.
  • ગુજરાત ટાઇટન્સ (GT): ગુજરાત 13 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ ધરાવે છે, પરંતુ રન રેટ ઓછો હોવાથી બીજા સ્થાને છે.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને મજબૂત સ્થિતિમાં છે.
  • પંજાબ કિંગસ (PBKS) : પંજાબ 12 મેચમાં 6 જીત સાથે ચોથા સ્થાને છે અને તેના 12 પોઇન્ટ છે.

2) ઓરેન્જ કેપ: સાંઈ સુદર્શન અને શુભમન ગિલનો દબદબો

સૌથી વધુ રન બનાવીને 'ઓરેન્જ કેપ' મેળવવાની રેસમાં ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનો છવાયેલા છે:

  • સાંઈ સુદર્શન (GT): 13 ઇનિંગ્સમાં 554 રન સાથે અત્યારે ઓરેન્જ કેપ તેના નામે છે.
  • શુભમન ગિલ (GT): માત્ર 2 રન પાછળ, 12 ઇનિંગ્સમાં 552 રન સાથે ગિલ બીજા ક્રમે છે.
  • હેનરિક ક્લાસેન (SRH): 12 ઇનિંગ્સમાં 508 રન સાથે ત્રીજા સ્થાને છે.
  • વિરાટ કોહલી (RCB): વિરાટ પણ લડતમાં છે, તેણે 12 ઇનિંગ્સમાં 484 રન બનાવ્યા છે.

3) પર્પલ કેપ: ભુવનેશ્વર કુમારની શાનદાર વાપસી

સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે બાજી મારી છે:

  • ભુવનેશ્વર કુમાર (RCB): 12 ઇનિંગ્સમાં 22 વિકેટ ઝડપીને ભુવનેશ્વર અત્યારે પર્પલ કેપનો હકદાર છે.
  • કાગીસો રબાડા (GT): 13 ઇનિંગ્સમાં 21 વિકેટ સાથે તે ભુવનેશ્વરને જોરદાર ટક્કર આપી રહ્યો છે.
  • અંશુલ કંબોજ (CSK): ચેન્નાઈના આ યુવા બોલરે 12 મેચમાં 19 વિકેટ લઈને બધાને ચોંકાવ્યા છે.
  • પ્રિંસ યાદવ (LSG): પ્રિંસ યાદવે 12 ઇનિંગ્સમાં 16 વિકેટ ઝડપીને પોતાનું સ્થાન ટોપ-4 માં જાળવી રાખ્યું છે.