IPL 2026 RR Retention and Release List: ઈન્ડિયન પ્રીમિયરલીગ (IPL)ની પ્રથમ સિઝનના પ્રથમ ખિતાબને પોતાના નામે કરનારી રાજસ્થાન રોયલ્સમાં આ વખતે મોટા ફેરફાર થવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી માહિતી સામે આવતી હતી કે પોતાના કેપ્ટન સંજૂ સેમસનને ચેન્નઈ સુપરકિંગ્સની સાથે ટ્રેડ કર્યો છે.
તેના સ્થાને ચેન્નાઈએ પોતાના સૌથી જૂના ખેલાડીઓ પૈકી એક રવીન્દ્ર જાડેજાને રાજસ્થાન મોકલી દીધો છે. શનિવારે સવારે બન્ને ફ્રેન્ચાઈઝીએ આ બાબતની પૃષ્ટી કરી હતી.
હવે એ બાબત સ્પષ્ટ થઈ ગયુ કે સંજૂ ચેન્નઈ માટે ખેલાડીઓ અને જાડેજા રાજસ્થાન ઉપરાંત ચેન્નઈએ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને પણ ટ્રેડ કર્યો છે. આ ઉપરાંત ટીમે નીતિશ રાણાને દિલ્હી કેપિટલ્સને આપી દીધો છે. નીતિશની ફી રૂપિયા 4.5 કરોડ રહેશે. સંજૂ સેમસન તાજેતરની સીઝનમાં કેટલીક મેચ રમ્યો ન હતો અને ત્યારથી લાગી રહ્યું હતું કે તે ટીમનો સાથે છોડી દેશે. રાજસ્થાન હવે રૂપિયા 16.5 કરોડ લઈ બિડમાં ઉતરશે.
જાડેજા તેની IPL કરિયરની શરૂઆત રાજસ્થાન સાથે કરી હતી અને હવે તે આ ટીમમાં પરત આવી ગયો છે.
રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી
રિટેન કરાયેલા ખેલાડી:
યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, વૈભવ સૂર્યવંશી, લુહાન ડી પ્રિટોરિયસ, શુભમ દુબે, ડોનોવાન ફરેરા (ટ્રેડેડ), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા (ટ્રેડ), સેમ કુરન, રિયાન પરાગ, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, નંદ્રે બર્ગર, તુષાર દેશપાડે, કેન મફાકા, યુદ્ધવીર સિંહ
રિલીઝ થયેલા ખેલાડી
કુણાલ રાઠોડ, નીતીશ રાણા (ટ્રેડ), સંજુ સેમસન (ટ્રેડ), વાનિન્દુ હસારંગા, મહીશ તીક્ષણા, ફઝલહક ફારૂકી, અશોક શર્મા, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ
