PBKS vs SRH Playing 11: મુલ્લાનપુરમાં ઓપનર્સ વચ્ચે જંગ, વિજયી લય જાળવી રાખવા પંજાબ સામે હૈદરાબાદનો પડકાર

PBKS vs SRH Playing 11, IPL 2026: આઈપીએલ 2026 માં શનિવારે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે એક હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 11 Apr 2026 11:30 AM (IST)Updated: Sat, 11 Apr 2026 11:30 AM (IST)
ipl-2026-pbks-vs-srh-playing-11-full-team-squads-probable-xi

PBKS vs SRH Playing 11, IPL 2026: આઈપીએલ 2026 માં શનિવારે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે એક હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી અણનમ રહેલી પંજાબની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાને ઉતરશે, જ્યારે હૈદરાબાદની ટીમ ફરી એકવાર વિજયી લય પ્રાપ્ત કરવાના પ્રયાસો કરશે.

PBKS vs SRH Playing 11: વિસ્ફોટક ઓપનિંગ જોડીઓ વચ્ચે ટક્કર

આ મેચનું મુખ્ય આકર્ષણ બંને ટીમોની આક્રમક ઓપનિંગ જોડીઓ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જેવી ખતરનાક જોડી છે, જેમણે KKR સામે માત્ર 5.4 ઓવરમાં 82 રન ફટકારી પોતાની તાકાત બતાવી હતી.

સામે પક્ષે, પંજાબ કિંગ્સ પાસે પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યની જોડી છે. વર્ષ 2025 માં આર્યએ 179.42 ના સ્ટ્રાઈક રેટથી 475 રન અને પ્રભસિમરને 160.52 ના સ્ટ્રાઈક રેટથી 549 રન બનાવી પોતાની ક્ષમતા સાબિત કરી હતી. જોકે આ સિઝનમાં હજુ સુધી આ ચારમાંથી કોઈ પણ ઓપનર અડધી સદી ફટકારી શક્યું નથી, જે આજે મોટી ઈનિંગ રમવા આતુર હશે.

PBKS vs SRH Playing 11: ટીમ કોમ્બિનેશન અને ફેરફાર

આ ડે-મેચ હોવાથી પિચની સ્થિતિને ધ્યાનમાં રાખી પંજાબ કિંગ્સ વિજયકુમાર વૈશાખના સ્થાને એકસ્ટ્રા સ્પિનર તરીકે હરપ્રીત બ્રારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. બીજી તરફ, હૈદરાબાદની ટીમમાં લિયામ લિવિંગસ્ટોન અને બ્રાઇડન કાર્સ વચ્ચે અંતિમ પસંદગી કરવામાં આવી શકે છે.

PBKS vs SRH Playing 11: બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાનસેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાખ/હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટોન/બ્રાયડન કાર્સ, અનિકેત વર્મા, ઇશાન મલિંગા, હર્ષલ પટેલ, હર્ષ દુબે, જયદેવ ઉનડકટ, શિવંગ કુમાર.

Punjab Kings IPL 2026 Squad । PBKS 2026 ની સંપૂર્ણ ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરનૂર સિંહ પન્નુ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, માર્કો જેન્સન, માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, મુશીર ખાન, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શશાંક સિંહ, સૂર્યાંશ હેગડે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

Sunrisers Hyderabad IPL 2026 Squad । SRH 2026 ની સંપૂર્ણ ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ઇશાન કિશન, અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ.