IPL 2026 Orange Cap Top Contenders Updated 8 April 2026: આઈપીએલ 2026માં બેટ્સમેનો વચ્ચે રન બનાવવાની જંગ તેજ બની છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. રાજસ્થાનના આક્રમક ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર ઇનિંગ રમીને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
RR vs MI: જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ
આ પણ વાંચો
મુંબઈ સામેની મેચમાં યશસ્વી જયસ્વાલે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 77 રન ફટકારીને રાજસ્થાનને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. આ અડધી સદી સાથે જયસ્વાલ હવે 3 મેચમાં કુલ 170 રન સાથે ઓરેન્જ કેપ ધારક બની ગયો છે.
IPL 2026 Orange Cap: સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન
| ખેલાડી | મેચ | ઇનિંગ્સ | રન | સરેરાશ | સ્ટ્રાઈક રેટ | ચોગ્ગા | છગ્ગા |
|---|---|---|---|---|---|---|---|
| યશસ્વી જયસવાલ | 3 | 3 | 170 | 170.00 | 163.46 | 19 | 8 |
| સમીર રિઝવી | 2 | 2 | 160 | 160.00 | 163.27 | 12 | 11 |
| હેનરિકક્લાસેન | 3 | 3 | 145 | 48.33 | 147.96 | 11 | 4 |
| વૈભવ સુર્યવંશી | 3 | 3 | 122 | 40.67 | 248.98 | 10 | 11 |
| રોહિત શર્મા | 3 | 3 | 118 | 39.33 | 168.57 | 11 | 7 |
| દેવદત્ત પડિકલ | 2 | 2 | 111 | 55.50 | 201.82 | 12 | 6 |
| અંગક્રિશ રઘુવંશી | 3 | 3 | 110 | 55.00 | 169.23 | 12 | 4 |
| કૂપર કોનોલી | 3 | 2 | 108 | 108.00 | 163.64 | 11 | 5 |
| સરફરાઝ ખાન | 3 | 3 | 99 | 33.00 | 202.04 | 16 | 4 |
| રાયન રિકલ્ટન | 3 | 3 | 98 | 32.67 | 168.97 | 6 | 9 |
RR vs MI: સૂર્યવંશીની ટોપ 5 માં એન્ટ્રી
રાજસ્થાનના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પણ પોતાની પ્રતિભાનો પરિચય આપતા ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે. તેણે મુંબઈ સામે માત્ર 14 બોલમાં 39 રન ફટકાર્યા હતા અને હવે તે 122 રન સાથે ચોથા ક્રમે છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેના કારણે તે હવે 118 રન સાથે પાંચમા સ્થાને સરકી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સના સમીર રિઝવી પાસે આજે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ફરીથી નંબર વન બનવાની તક રહેશે.
