IPL 2026 Orange Cap Top Contenders Updated 10 April 2026: આઈપીએલ 2026 માં રમાયેલી લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની રોમાંચક મેચ બાદ ઓરેન્જ કેપની યાદીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. બેટ્સમેનો વચ્ચે રન બનાવવાની આ સ્પર્ધામાં અનુભવી ખેલાડીઓને પાછળ છોડીને યુવા પ્રતિભાઓએ ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે.
IPL 2026 Orange Cap: KKR ના બેટ્સમેનોનો દબદબો
આ પણ વાંચો
લખનૌ સામેની મેચમાં ભલે અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણે પોતાની વ્યક્તિગત અડધી સદી ચૂકી ગયા હોય, પરંતુ તેમની શાનદાર ઈનિંગ્સના જોરે તેઓ ઓરેન્જ કેપની રેસમાં ટોચના પાંચ ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે. રઘુવંશી અને રહાણેના શાનદાર ફોર્મને કારણે રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી અને મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હવે ટોપ 5 ની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
IPL 2026 Orange Cap: યશસ્વી જયસ્વાલ પાસે છે ઓરેન્જ કેપ
રાજસ્થાન રોયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને રન બનાવવાના મામલે સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં 163.46 ના સ્ટ્રાઈક રેટથી 170 રન બનાવીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધી માત્ર ત્રણ બેટ્સમેન 150 રનનો આંકડો પાર કરી શક્યા છે, જેમાં યશસ્વી જયસ્વાલ, સમીર રિઝવી અને અંગક્રિશ રઘુવંશીનો સમાવેશ થાય છે.
IPL 2026 Orange Cap: સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન
| ખેલાડી | મેચ | ઇનિંગ્સ | રન | સરેરાશ | સ્ટ્રાઈક રેટ | ચોગ્ગા | છગ્ગા |
|---|---|---|---|---|---|---|---|
| યશસ્વી જયસવાલ | 3 | 3 | 170 | 170.00 | 163.46 | 19 | 8 |
| સમીર રિઝવી | 3 | 3 | 160 | 80.00 | 161.62 | 12 | 11 |
| અંગક્રિશ રઘુવંશી | 4 | 4 | 155 | 51.67 | 158.16 | 17 | 6 |
| હેનરિક ક્લાસેન | 3 | 3 | 145 | 48.33 | 147.96 | 11 | 4 |
| અજિંક્ય રહાણે | 4 | 4 | 124 | 41.33 | 155.00 | 8 | 7 |
| વૈભવ સુર્યવંશી | 3 | 3 | 122 | 40.67 | 248.98 | 10 | 11 |
| રોહિત શર્મા | 3 | 3 | 118 | 39.33 | 168.57 | 11 | 7 |
| જોશ બટલર | 3 | 3 | 116 | 38.67 | 156.76 | 11 | 7 |
| દેવદત્ત પડિકલ | 2 | 2 | 111 | 55.50 | 201.82 | 12 | 6 |
| શુભમન ગિલ | 2 | 2 | 109 | 54.50 | 151.39 | 10 | 5 |
