LSG vs DC Playing 11, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં આજે બુધવારે એક હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે, જ્યાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) તેમના અભિયાનની શરૂઆત કરશે. લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં બંને ટીમો વિજયી પ્રારંભ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે, દિલ્હીનો પૂર્વ ખેલાડી ઋષભ પંત હવે લખનૌની કમાન સંભાળી રહ્યો છે, જ્યારે દિલ્હીની ટીમ અક્ષર પટેલના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ: પંતની આક્રમક બેટિંગ લાઇનઅપ
લખનૌની ટીમ પાસે બેટિંગમાં જબરદસ્ત ફાયરપાવર છે. મિશેલ માર્શ અને એડન માર્કરામ ઇનિંગની શરૂઆત કરી શકે છે, જ્યારે કેપ્ટન ઋષભ પંત પોતે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવશે તેવી પુષ્ટિ થઈ છે. મધ્યમ ક્રમમાં નિકોલસ પૂરન, આયુષ બદોની અને અબ્દુલ સમદ જેવા આક્રમક ફિનિશર્સ ટીમની તાકાત વધારશે.
બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમી અને એનરિચ નોર્ટજેની અનુભવી જોડી સાથે ગતિનો જાદુગર મયંક યાદવ પ્લેઇંગ-XI માં નિશ્ચિત મનાય છે. અવેશ ખાન પેસ એટેકને મજબૂતી આપશે, જ્યારે સ્પિન વિભાગની જવાબદારી દિગ્વેશ રાઠીના ખભા પર રહેશે.
દિલ્હી કેપિટલ્સ: સંતુલિત એકમ સાથે મેદાનમાં
અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ વધુ સંતુલિત ટીમ જણાઈ રહી છે. કેએલ રાહુલ અને પથુમ નિસાંકાની જોડી ઓપનિંગમાં જોવા મળી શકે છે. મધ્યમ ક્રમમાં નીતીશ રાણા અને ટ્રિસ્ટન સ્ટબ્સ જવાબદારી સંભાળશે, જ્યારે ડેવિડ મિલર ફિનિશરની ભૂમિકામાં ટીમ માટે મહત્વનો સાબિત થશે. જોકે, ટીમમાં કરુણ નાયર માટે સ્થાન મળવાની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે.
બોલિંગમાં મિશેલ સ્ટાર્કની ગેરહાજરીમાં આકિબ નબી અને લુંગી એનગિડી પર મોટી જવાબદારી રહેશે. આકિબે તાજેતરમાં સ્થાનિક ક્રિકેટમાં શાનદાર દેખાવ કર્યો છે. કુલદીપ યાદવ અને કેપ્ટન અક્ષર પટેલની સ્પિન જોડી વિરોધી ટીમના બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, એનરિચ નોર્ટજે, મોહમ્મદ શમી, અવેશ ખાન, મયંક યાદવ, દિગ્વેશ રાઠી.
દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, આશુતોષ શર્મા, આકિબ નબી, ટી. નટરાજન, કુલદીપ યાદવ, લુંગી એનગિડી.
Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ
ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
