IPL 2026: કેએલ રાહુલનો ઐતિહાસિક પરાક્રમ, દિલ્હી કેપિટલ્સ માટે રચ્યો નવો ઈતિહાસ

દિલ્હી કેપિટલ્સ તરફથી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેએલ રાહુલે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી, જે રેકોર્ડ અન્ય કોઈ બેટ્સમેન દ્વારા હાંસલ કરવામાં આવ્યો નથી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 08 May 2026 10:31 PM (IST)Updated: Fri, 08 May 2026 10:31 PM (IST)
ipl-2026-kl-rahuls-historic-feat-new-history-created-for-delhi-capitals

IPL 2026: આઈપીએલ 2026ની સીઝનમાં ભલે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાં સંઘર્ષ કરી રહી હોય, પરંતુ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે પોતાના બેટથી એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આઈપીએલના 19 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં રાહુલે માત્ર 23 રન બનાવ્યા હોવા છતાં, ક્રિકેટ જગતમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ત્રણ અલગ-અલગ ટીમો માટે 1000+ રનનો ત્રિવેણી સંગમ

કેએલ રાહુલે કોલકાતા સામેની ઇનિંગ દરમિયાન 21 રન પૂરા કરતાની સાથે જ દિલ્હી કેપિટલ્સ માટે પોતાના 1000 રન પૂર્ણ કર્યા હતા. આ સાથે જ તે આઈપીએલ ઈતિહાસના પ્રથમ એવો ખેલાડી બની ગયાો છે જેણે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે 1000 કે તેથી વધુ રન બનાવ્યા હોય.

રાહુલના આઈપીએલ કરિયરના આંકડા પર નજર કરીએ તો:

  • પંજાબ કિંગ્સ: 2548 રન
  • લખનઉ સુપર જાયન્ટ્સ: 1410 રન
  • દિલ્હી કેપિટલ્સ: 1002* રન

ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો: દિલ્હી માટે સૌથી ઝડપી 1000 રન

માત્ર ટીમો બદલવી જ નહીં, પણ જે-તે ટીમ માટે પ્રદર્શન કરવામાં પણ રાહુલ અવ્વલ સાબિત થયો છે. તેણે દિલ્હી કેપિટલ્સ માટે માત્ર 23 ઇનિંગ્સમાં 1000 રનનો આંકડો વટાવી દીધો છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે ઋષભ પંત અને જેપી ડ્યુમિનીના નામે હતો, જેમણે 35 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. રાહુલે પંતના આ રેકોર્ડને ખૂબ જ મોટા અંતરથી ધ્વસ્ત કરી દીધો છે.

IPL 2026માં રાહુલ રાજ

ચાલુ સીઝનમાં કેએલ રાહુલ પ્રચંડ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાં તેમણે નીચે મુજબનું શાનદાર પ્રદર્શન કર્યું છે. 11 મેચમાં રાહુલે કુલ 468
રન બનાવ્યા છે. જે 46.80ની સરેરાશથી ફટકાર્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 180 જોવા મળી છે. કેએલ રાહુલે આ સીઝનમાં 1 સેન્ચુરી અને 3 હાફ સેન્ચુરી ફટકારી છે.

નોંધનીય છે કે, આ સીઝનમાં રાહુલે 150 રનનો વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો છે, જે આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે.

દિલ્હી માટે પ્લેઓફનું સમીકરણ

રાહુલના વ્યક્તિગત ફોર્મ છતાં દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. ટીમ અત્યારે દબાણમાં છે અને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે બાકીની તમામ મેચો જીતવી અનિવાર્ય છે. ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું છે કે રાહુલ પોતાની આ ફોર્મ જાળવી રાખે અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢે.