KKR vs RR Playing 11, IPL 2026: આઈપીએલ 2026 ની સીઝન ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે અત્યાર સુધી કોઈ ખરાબ સ્વપ્નથી ઓછી રહી નથી. રવિવારે ઈડન ગાર્ડન્સ ખાતે જ્યારે KKR રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે, ત્યારે અજિંક્ય રહાણેની સેના પર હારનો સિલસિલો તોડવાનું ભારે દબાણ રહેશે. બીજી તરફ, શાનદાર ફોર્મમાં હોવા છતાં છેલ્લી મેચમાં પરાજયનો સ્વાદ ચાખનાર રાજસ્થાન રોયલ્સ ફરી જીતના માર્ગે પરત ફરવા આતુર છે.
KKR vs RR, IPL 2026: KKR ની રણનીતિ પર ઉઠ્યા સવાલો
અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ KKR ઘણી મેચોમાં વિજયની નજીક પહોંચ્યું હોવા છતાં અંતિમ ક્ષણે હાર્યું છે, જેના કારણે ટીમના આત્મવિશ્વાસને મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં KKR એક પણ જીત મેળવી શક્યું નથી. તેમનો એકમાત્ર પોઈન્ટ પંજાબ કિંગ્સ સામેની વરસાદમાં ધોવાયેલી મેચમાંથી આવ્યો છે.
ટીમની મુશ્કેલીઓમાં ઈજાઓએ પણ વધારો કર્યો છે. હર્ષિત રાણા અને આકાશ દીપ ઈજાને કારણે બહાર છે, જ્યારે મથિશા પથિરાના હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી. કેપ્ટન રહાણે અને કોચ અભિષેક નાયર દ્વારા લેવામાં આવેલા ટીમ પસંદગી અને મેચ મેનેજમેન્ટના નિર્ણયો પર પણ વિવેચકો સવાલો ઉઠાવી રહ્યા છે.
KKR vs RR Playing 11, IPL 2026: ઓપનિંગ જોડીમાં ફેરફારની શક્યતા?
KKR એ તેની છેલ્લી બે મેચમાં ઓપનિંગ જોડી સાથે પ્રયોગો કર્યા છે. ફિન એલનની જગ્યાએ ટિમ સેફર્ટને તક આપવામાં આવી હતી, પરંતુ તે પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. રાજસ્થાન સામેની મહત્વની મેચમાં KKR કોઈ મોટો પ્રયોગ કરવાનું ટાળી શકે છે અને સંભવતઃ સેફર્ટ અને રહાણે ફરી એકવાર ઈનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે.
KKR vs RR Playing 11, IPL 2026: રાજસ્થાન માટે બેટિંગમાં સુધારાનો પડકાર
રાજસ્થાન રોયલ્સે સીઝનની શરૂઆતમાં સતત 4 મેચ જીતી હતી, પરંતુ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં તેમની બેટિંગ લાઇનઅપ પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ જેવા ટોચના બેટ્સમેનો બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. રવિવારની મેચમાં ટીમ આ નબળાઈને દૂર કરી ફરી વેગ પકડવા માંગશે.
KKR vs RR: બંને ટીમોની સંભવિત પ્લેઇંગ XI
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, અનુકુલ રોય, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.
રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નાંદ્રે બર્ગર, તુષાર દેશપાંડે.
Kolkata Knight Riders IPL 2026 Squad । KKR 2026 ની સંપૂર્ણ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, રોવમાન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમેરોન ગ્રીન, મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, તેજસ્વી સિંહ, રચિન રવિન્દ્ર, ફિન એલન, ટિમ સીફર્ટ, આકાશદીપ, રાહુલ ત્રિપાઠી, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સાર્થક રંજન અને દક્ષ કામરા.
Rajasthan Royals IPL 2026 Squad । RR 2026 ની સંપૂર્ણ ટીમ
રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ક્વેના માફાકા, વૈભવ સૂર્યવંશી, તુષાર દેશપાંડે, શુભમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, એડમ મિલ્ને, સુશાંત મિશ્રા, રવિ સિંહ, કુલદીપ સેન, યશરાજ પુંજ, વિગ્નેશ પુથુર, અમન રાવ અને બ્રિજેશ શર્મા.
