KKR vs LSG Playing 11, IPL 2026: IPL 2026 ની 15મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો સામનો કરશે. ટૂર્નામેન્ટમાં હજુ પણ પ્રથમ જીતની તલાશ કરી રહેલી કોલકાતાની ટીમ માટે આજનો મુકાબલો અત્યંત મહત્વનો છે. સતત બે હાર અને એક મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ કેપ્ટન અજિંક્ય રહાણે પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા છે.
KKR vs LSG Playing 11: નારાયણ ફિટ, ગ્રીન કરશે બોલિંગ
મેચ પહેલા KKR કેમ્પમાંથી બે મોટા અને પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર સુનીલ નારાયણ બીમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને તે આજની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બીજી તરફ, કેમેરોન ગ્રીન પણ હવે બોલિંગ કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્રોટોકોલને કારણે તેને બોલિંગથી દૂર રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તે બોલ સાથે પણ પ્રભાવ પાડવા સક્ષમ છે. જોકે, આંગળીની ઈજાના કારણે સ્પિનર વરુણ ચક્રવર્તીની ભાગીદારી પર હજુ પણ શંકાના વાદળો છવાયેલા છે.
KKR vs LSG Playing 11: ઓપનિંગ જોડીમાં થઈ શકે છે ફેરફાર
રહાણે અને ફિન એલનની જોડી અપેક્ષિત સફળતા અપાવવામાં નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, KKR આજે ફિન એલન અને ટિમ સીફર્ટની ન્યુઝીલેન્ડની જોડીને ઓપનિંગમાં ઉતારી શકે છે. આ ઉપરાંત, રચિન રવિન્દ્રને પણ મધ્યમ ક્રમમાં સ્થાન મળી શકે છે, જે ટીમને સ્પિન બોલિંગનો વધારાનો વિકલ્પ પૂરો પાડશે.
KKR vs LSG Playing 11: આત્મવિશ્વાસથી ભરપૂર લખનૌ
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ છેલ્લી મેચમાં હૈદરાબાદ સામેની જીત બાદ જોરદાર લયમાં છે. કેપ્ટન ઋષભ પંતે છેલ્લી મેચમાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા અણનમ 68 રન ફટકાર્યા હતા. મિશેલ માર્શ અને એડન માર્કરામ જેવા વિસ્ફોટક ખેલાડીઓ સાથે લખનૌનો ટોપ ઓર્ડર KKR ના બોલરો પર દબાણ લાવવા માટે સજ્જ છે.
KKR vs LSG Playing 11: આજની મેચ માટે સંભવિત પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, રચિન રવિન્દ્ર, વરુણ ચક્રવર્તી/નવદીપ સૈની, વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝારબાની.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરામ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મણિમરણ સિદ્ધાર્થ, અવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી, પ્રિન્સ યાદવ.
Kolkata Knight Riders IPL 2026 Squad । KKR 2026 ની સંપૂર્ણ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, રોવમાન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમેરોન ગ્રીન, મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, તેજસ્વી સિંહ, રચિન રવિન્દ્ર, ફિન એલન, ટિમ સીફર્ટ, આકાશદીપ, રાહુલ ત્રિપાઠી, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સાર્થક રંજન અને દક્ષ કામરા.
Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ
ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.
