IPL 2026 GT Retain and Released Player List: ગુજરાત ટાઇટન્સે(Gujarat Titans) વર્ષ 2022માં પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું. જોકે ત્યારપછીના વર્ષમાં તે ફાઇનલમાં પહોંચવા છતાં ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી ન હતી.
શુભમન ગિલ ટીમનો કેપ્ટન છે અને આ વખતે પણ તેના નેતૃત્વ હેઠળ ટીમને જીત તરફ દોરી જવાનો લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ટીમ આ સિઝનમાં તેના બીજા ટાઇટલ માટે લક્ષ્યાંક રાખશે.
ગુજરાત કેમ્પ તરફથી એવા અહેવાલો હતા કે તેઓ વોશિંગ્ટન સુંદરને ટ્રેડ કરી શકે છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પણ ઉલ્લેખ હતો. જોકે, આવું થયું નહીં. ટીમે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટઝી સહિત છ ખેલાડીઓને રિલીઝ કર્યા.
રિટેન કરેલા ખેલાડીની યાદી
- શુભમન ગિલ (કેપ્ટન)
- સાઈ સુદર્શન
- કુમાર કુશાગરા
- અનુજ રાવત
- જોસ બટલર
- નિશાંત સિંધુ
- વોશિંગ્ટન સુંદર
- અરશદ ખાન
- શાહરૂખ ખાન
- રાહુલ તેવટિયા
- કાગીસો રબાડા
- મોહમ્મદ સિરાજ
- પ્રસીદ ક્રિષ્ના
- ઈશાંત શર્મા
- ગુરનુર સિંહ બ્રાર
- રાશીદ ખાન
- માનવ સુતર
- સાઈ કિશોર
- જસવંત યાદવ
રિલિઝ કરેલા ખેલાડીની યાદી
- શેરફેન રધરફર્ડ (ટ્રેડ)
- મહિપાલ લોમરોર
- કરીમ જનાત
- દાસુન શનાકા
- ગેરાલ્ડ કોએત્ઝી
- કુલવંત ખેજરોલીયા
