DC vs MI Playing 11, IPL 2026: આઈપીએલ 2026 ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ (MI) નો સામનો કરશે. બંને ટીમો આ સિઝનની પોતાની શરૂઆતની મેચો જીતીને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી રહી છે. જોકે, દિલ્હી માટે તેમના ટોપ ઓર્ડરની નબળાઈ ચિંતાનો વિષય છે, જ્યારે મુંબઈ તેની ઓલરાઉન્ડ તાકાત સાથે જીતના ઈરાદા સાથે ઉતરશે.
દિલ્હી કેપિટલ્સ: ટોપ ઓર્ડરનું ફોર્મ ચિંતાનું કારણ
દિલ્હી કેપિટલ્સ માટે સૌથી મોટો પડકાર બેટિંગમાં સ્થિરતા લાવવાનો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં કેએલ રાહુલ શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે નીતિશ રાણા અને પથુમ નિસાન્કા પણ નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ટીમે 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, 22 વર્ષીય સમીર રિઝવીએ 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે આવીને અણનમ અડધી સદી ફટકારી અને ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 119 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. આજે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજો સામે દિલ્હીના ઓપનર્સે સાવધ રહેવું પડશે.
બોલિંગમાં દિલ્હીનું જોર
મિશેલ સ્ટાર્કની ગેરહાજરી છતાં દિલ્હીનું બોલિંગ આક્રમણ મજબૂત દેખાય છે. લુંગી ન્ગીડી અને ટી. નટરાજને શાનદાર વાપસી કરી છે, જ્યારે કુલદીપ યાદવ અને કેપ્ટન અક્ષર પટેલ મધ્ય ઓવરોમાં રન રોકવામાં સફળ રહ્યા છે. આજે તેમની સામે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનોને રોકવાનો મોટો પડકાર હશે.
મુંબઈ ઇન્ડિયન્સ: ફોર્મ અને આત્મવિશ્વાસ
મુંબઈ ઇન્ડિયન્સે આ સિઝનમાં શાનદાર શરૂઆત કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવીને ટીમે પ્રથમ મેચ હારવાનો 14 વર્ષ જૂનો સિલસિલો તોડ્યો છે. રોહિત શર્મા (78 રન) અને રાયન રિકેલ્ટન (81 રન) ફોર્મમાં છે. બોલિંગમાં શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપીને પ્રભાવિત કર્યા છે, જ્યારે બુમરાહ અને બોલ્ટની જોડી કરકસરભરી બોલિંગ કરી રહી છે. સૂર્યકુમાર યાદવની ફિટનેસ પર હજુ પણ નજર રહેશે, કારણ કે ગત મેચમાં તેનો ઉપયોગ માત્ર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે થયો હતો.
DC vs MI Playing 11: બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી/આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી ન્ગીડી, મુકેશ કુમાર, ટી. નટરાજન.
મુંબઈ ઇન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મયંક માર્કંડે, ટ્રેન્ટ બોલ્ટ.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
Mumbai Indians IPL 2026 Squad । MI 2026 ની સંપૂર્ણ ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, મિશેલ સેન્ટનર, વિલ જેક્સ, ક્વિન્ટન ડી કોક, મયંક માર્કંડે, શેરફેન રધરફોર્ડ, નમન ધીર, રિયાન રિકલ્ટન, કોર્બીન બોશ, રોબિન મિંઝ, રાજ અંગદ બાવા, એએમ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહર, અથર્વ અંકોલેકર અને મયંક રાવત.
