DC vs GT Playing 11, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 14મી મેચમાં આજે દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જામશે. આ મુકાબલામાં બંને ટીમો તદ્દન વિપરીત ફોર્મ અને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. એકતરફ શાનદાર લયમાં ચાલી રહેલી દિલ્હીની ટીમ છે, તો બીજી તરફ હજુ પણ પોતાની પ્રથમ જીતની શોધમાં રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ છે.
DC vs GT: સમીર રિઝવીનું તોફાન અને વિજયી લય
દિલ્હી કેપિટલ્સે સીઝનની શરૂઆત શાનદાર રીતે કરી છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી મજબૂત ટીમોને હરાવીને દિલ્હીએ 4 પોઈન્ટ્સ મેળવ્યા છે. ખાસ કરીને મુંબઈ સામેના મુકાબલામાં દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી વિરોધી ટીમને માત્ર 162 રન પર રોકી દીધી હતી. બેટિંગમાં યુવા બેટ્સમેન સમીર રિઝવી અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે છેલ્લી મેચમાં માત્ર 51 બોલમાં 90 રનની આક્રમક ઇનિંગ રમીને પોતાની ટીમને 6 વિકેટથી વિજય અપાવ્યો હતો. આજે ફરી એકવાર ચાહકોને તેના બેટથી રનનો વરસાદ જોવા મળે તેવી આશા છે.
DC vs GT: ગુજરાત ટાઇટન્સની વાપસી માટે આકરી મહેનત
બીજી તરફ, શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ માટે આ સીઝન મુશ્કેલ સાબિત થઈ રહી છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ ટીમ દબાણમાં છે. રાજસ્થાન સામે 211 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમ માત્ર 6 રનથી વિજયથી વંચિત રહી ગઈ હતી. આ મેચમાં જીત મેળવવી ગુજરાત માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે અત્યંત જરૂરી છે.
DC vs GT મેચની વિગતો
- મેચ: દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, મેચ 14
- સ્થળ: અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
- તારીખ અને સમય: 8 એપ્રિલ, બુધવાર, સાંજે 7:30 વાગ્યે (IST)
- લાઈવ સ્ટ્રીમિંગ: જિયોસ્ટાર (એપ અને વેબસાઇટ) અને જિયોસ્ટાર નેટવર્ક ચેનલ્સ.
DC vs GT Playing 11: બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસન્કા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, લુંગી ન્ગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી.
ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇમ્પેક્ટ પ્લેયર: શાહરુખ ખાન.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
Gujarat Titans IPL 2026 Squad । GT 2026 ની સંપૂર્ણ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, રાહુલ તેવટિયા, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધા કૃષ્ણા, આર. સાઈ કિશોર, ઈશાંત શર્મા, ગ્લેન ફિલિપ્સ, જયંત યાદવ, મોહમ્મદ અરશદ ખાન, કુમાર કુશાગ્રા, માનવ સુથાર, નિશાંત સિંધુ, ગુરનૂર સિંઘ બ્રાર, અનુજ રાવત, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, અશોક શર્મા, લ્યુક વુડ અને પૃથ્વી રાજ.
