KKR vs PBKS: પંજાબ કિંગ્સે ચેઝ કર્યો T20 ક્રિકેટનો સૌથી મોટો ટાર્ગેટ, જોની બેરસ્ટોની શાનદાર સેન્ચુરી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 27 Apr 2024 08:57 AM (IST)Updated: Sat, 27 Apr 2024 08:57 AM (IST)
ipl-2024-kkr-vs-pbks-punjab-kings-chase-t20-crickets-biggest-target-jonny-bairstows-brilliant-century

KKR vs PBKS: આઈપીએલ 2024ની 42મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં કોલકાતાની ટીમે શાનદાર બેટિંગ કરતા પંજાબને જીતવા માટે 262 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરવા માટે આપ્યો હતો. ત્યારે પંજાબની ટીમે માત્ર 18.4 ઓવરમાં જ T20 ક્રિકેટનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરી લેતા ઈતિહાસ રચી દીધો છે.

પંજાબ કિંગ્સે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. કેકેઆરએ સોલ્ટ (75) અને નારાયણ (71)ની શાનદાર બેટિંગ તેમજ અન્ય બેટ્સમેનોની મદદથી ટીમનો સ્કોર 261 રન સુધી પહોંચાડી દીધો હતો.

આ વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે શાનદાર બેટિંગ કરી હતી. પંજાબના ઓપનર જોની બેરસ્ટો (108) માત્ર 45 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી. બેરસ્ટોને પ્રભસિમરન સિંહ (54) અને શંશાક સિંહ (68)નો સાથ મળ્યો હતો. જેની મદદથી પંજાબ કિંગ્સની ટીમે માત્ર 18.4 ઓવરમાં T20 ક્રિકેટનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

PBKS માટે સૌથી ઝડપી IPL સદી (બોલનો સામનો કરીને)

  • 38 - ડેવિડ મિલર વિ આરસીબી, મોહાલી, 2013
  • 45 - મયંક અગ્રવાલ વિ આરઆર, શારજાહ, 2020
  • 45 - જોની બેરસ્ટો વિ કેકેઆર, કોલકાતા, 2024
  • 49 - રિદ્ધિમાન સાહા વિ કેકેઆર, બેંગલુરુ, 2014 ફાઈનલ