IPL 2023: Qualifier 2, GT vs MI Match Prediction: IPL 2023ના એલિમિનેટરમાં લખનઉ સુપરજાયન્ટ્સ (Lucknow Super Giants)ને સરળતાથી માત આપ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)નો હવે ક્વોલિફાયર-2માં મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. અમદાવાદ ખાતેની આ મેચમાં જે ટીમ બાજી મારશે, તેને ચેન્નઈ સામેની ફાઇનલ માટેની ટિકિટ મળી જશે. અહીં આપણે આજની મેચના પ્રિડકીશન અંગે વાત કરીશું.
મુંબઈ છે રેડ હોટ ફોર્મમાં
આ મેચમાં મુંબઈ મોમેન્ટમ સાથે આવી રહી છે. જ્યારે ગુજરાતે ક્વોલિફાયર-1માં ચેન્નઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ એક યુનિટ તરીકે ક્લિક નથી થઈ રહી તો બીજી તરફ મુંબઈ બધા ડિપાર્ટમેન્ટમાં સારું પરફોર્મ કરી રહી છે. ગુજરાતની સરખામણીએ વર્તમાન ફોર્મ જોતા આ મેચમાં મુંબઈનો હાથ ઉપર રહેશે.
GT vs MI મેચ ડિટેલ્સ:
સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
તારીખ અને સમય: શુક્રવાર, 26 મે, ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે
બ્રોડકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયો સિનેમા
પિચ રિપોર્ટ
અમદાવાદની પિચ સામાન્યપણે બેટિંગ ફ્રેન્ડલી હોય છે. મિડલ ઓવર્સમાં સ્પિનર્સ રનગતિ પર બ્રેક લગાવી શકે છે. 180થી વધુનો સ્કોર અહીં ડિફેન્ડ કરી શકાય છે. ટોસ જીતનાર ટીમ ફિલ્ડિંગ પસંદ કરી શકે છે કારણકે બીજા દાવમાં ઝાકળ નિર્ણાયક પુરવાર થઈ શકે એમ છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઈંગ-11: શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી
મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ-11: ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ
મુંબઈ બાજી મારવા હોટ ફેવરિટ
આજની મેચ જીતવા માટે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હોટ ફેવરિટ છે. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ આજની મેચના બેસ્ટ બે બેટર્સ સાબિત થઈ શકે છે. જ્યારે મોહમ્મદ શમી અને પિયુષ ચાવલા બોલિંગમાં પોતાની છાપ છોડી શકે છે.