OPEN IN APP

IPL 2023 Qualifier 2 GT vs MI Key Highlights: ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પહોંચી, મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવ્યું

By: Nilesh Zinzuwadia   |   Updated: Sat 27 May 2023 12:14 AM (IST)
ipl-2023-qualifier-2-gt-vs-mi-catch-gujarat-vs-mumbai-key-highlights-match-57-shubman-gill-from-the-narendra-modi-stadium-in-ahmedabad-137072

IPL 2023 Qualifier 2, Gujarat vs Mumbai Key Highlights:: અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023ની ક્વોલિફાઈર 2ની મેચ રમાઈ રહી હતી. ગુજરાત ટાઈટન્સે મુંબઈને 62 રને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મોહિત શર્માએ માત્ર 2.2 ઓવરમાં 10 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.

મુંબઈએ 16 રનમાં 5 વિકેટ ગુમાવી
આ અગાઉ મુંબઈની શરૂઆત નબળી થઈ હતી . મુંબઈનો એક તબક્કે સ્કોર પાંચ વિકેટે 155 રન હતો,પણ 16 રનમાં એટલે કે 172 રનનો સ્કોર ઓલ આઉટ થઈ ગઈ હતી.

તિલક વર્મા, સુર્યકુમારની તોફાની બેટિંગ
તિલક વર્માએ 14 બોલમાં 43 રન બનાવી આઉટ થયો હતો. સુર્ય કુમાર પણ 61 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે કેમરુન ગ્રીન રિટાયર્ડ હર્ટ થયો હતો, જોકે બાદમાં તે મેદાનમાં પરત ફર્યો હતો અને 20 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. આ ઉપરાંત રોહિત શર્મા 8 રન અને નેહલ ફક્ત 4 રન બનાવી આઉટ થયા હતા. અત્યારે મુંબઈનો સ્કોર 160 રન થયો છે અને તેની સાત વિકેટ પડી ગઈ છે.

શુભમન ગિલે 60 બોલમાં 129 રન બનાવ્યા
આ અગાઉ ગુજરાતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ મજબૂત શરૂઆત કરાવી હતી. જોકે સાહા 18 રન બનાવી આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલે ફક્ત 60 બોલમાં 129 રન બનાવી આઉટ થયો હતો.

તેણે ગુજરાત ટાઈટન્સને આ મેચમાં મજબૂત સ્થિતિ અપાવી હતી.. ગુજરાતે 3 વિકેટ ગુમાવી 233 રનનો સ્કોર કર્યો હતો. આમ મુંબઈએ મેચ જીતવા 234 રન બનાવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે રમાનારી મેચમાં જે ટીમ વિજેતા નિવડશે તેની ધોનીના વડપણ હેઠળની ચેન્નાઈની ટીમ સાથે ફાઈનલ માં ટક્કર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 3 મેચ રમાઈ છે,જે પૈકી 2 મેરમાં મુંબઈએ તો 1 મેચમાં ગુજરાતે બાજી મારી છે. ગુજરાતે ઘરઆંગણે 7 મેચ રમી હતી,જે પૈકી 4 મેચમાં જીત હાંસલ કરી છે, જ્યારે બીજીની 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈની વાત કરવામાં આવે તો પ્લેઓફમાં ટીમનો રેકોર્ડ શાનદાર છે. છેલ્લા 6 વર્ષ એટલે કે વર્ષ 2017થી ટીમ પ્લેઓફમાં એક પણ મેચ હાર્યું નથી અને સતત સાત મેચમાં જીત મેળવી છે. એલિમિનેટરમાં પણ મુંબઈએ લખનઉની ટીમને 81 રનથી હરાવ્યું હતું.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.