IPL 2023 Points Table List in Gujarati: IPL 2023માં દરેક મેચમાં હાર-જીતનો નિર્ણય છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી જઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે ચેન્નઈના જીત સાથે પોઈન્ટ ટેબલ (IPL 2023 Points Table)માં પણ મોટો ઉલેટફેર થયો છે. છઠ્ઠા નંબરે રહેલી ચેન્નઈ આ જીત સાથે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. બીજી તરફ દિલ્હીની ટીમ હજુ બોટમમાં જ છે.
8 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે. જ્યારે 6 પોઈન્ટ અને 0.761ની રનરેટ સાથે લખનઉ બીજા સ્થાને છે. ગુજરાતની ટીમ 0.192ની રનરેટ અને 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પંજાબ ચાર નંબરથી પાંચ નંબર પર સરક્યું છે.
